Documents were found behind two secret doors in the Sambhav Group's Neela Infrani office
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સમભાવ ગ્રૂપની નીલા ઈન્ફ્રાની ઓફિસમાં બે ગુપ્ત દરવાજા પાછળથી દસ્તાવેજો મળ્યા, ITને નવ નેજા ચડ્યાં

સમભાવ ગ્રૂપની નીલા ઈન્ફ્રાની ઓફિસમાં બે ગુપ્ત દરવાજા પાછળથી દસ્તાવેજો મળ્યા, ITને નવ નેજા ચડ્યાં

 | 8:22 am IST
  • Share

આવકવેરાના અધિકારીઓએ ગત ગુરૃવારે સમભાવ મીડીયા ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા મનોજ વડોદરિયાની સમભાવ હાઉસમાં આવેલી નીલા ઇન્ફ્રસ્ટ્રકચર લિમિટેડની ઓફિસમાં દરોડા પાડયા હતા. સમભાવ ગ્રુપના કિરણ વડોદરિયા અને કિરણ વડોદરિયાની સાથે છ રિયલ એસ્ટેટ બ્રોકરોને ત્યાં પણ દરોડા પાડયા હતા.

સમભાવ હાઉસમાં નીલા ઇન્ફ્રા.લિમિટેડની ઓફિસમાં પ્રથમ દિવસે આઇટીને કંઇ ખાસ મળ્યુ નહતૂ પરંતુ બીજા દિવસે એક ગુપ્ત દરવાજો દેખાયો હતો. લાકડાનો આ દરવાજો સમજાવટ માટે રાખવામા આવ્યો હશે તેવુ આઇટીના અધિકારીઓ સમજી બેઠા હતા.

પરંતુ ચોકકસ બાતમી હોવાથી દરવાજાને હટાવવાની કામગીરી કરાતા તેની પાછળ રૃમ દેખાયો હતો. રૃમની અંદરથી મોટીસંખ્યામાં એટલે કે કોથળા ભરીને દસ્તાવેજો મળ્યા હતા. નીલા ઇન્ફ્રા.લિમિટેડની ઓફિસમાં છેક ખુણાના ભાગમાં લાકડાનો ફ્રેમ કરેલો દરવાજો હતો. દરવાજો ૫ આઇટીના અધિકારીઓએ ખોલતા તેની પાછળ વજનદાર લોખંડનો સેફ (દરવાજો ) બનાવેલો હતો. બે દરવાજો ખોલવામા આવતા તેની પાછળ ગુપ્ત રૃમ બનાવવામાં આવેલા હતો જે આઇટીને મળી ગયો હતા.

બીજા દિવસે સાંજે રૃમમાંથી કોથળા ભરીને કરચોરી અંગેના દસ્તાવેજો મળી આવ્યા હતા. આખી રાત દસ્તાવેજોનુ એનાલીસીસ ચાલુ રાખવામા આવતા ત્રીજા દિવસે ૧૦૦૦ કરોડના નાણાકીય વ્યવહારના દસ્તાવેજો હોવાનુ ખુલ્યુ હતુ.

નીલા ઇન્ફ્રાસ્ટ્રાકચર લિમિટેડ અને તેની સાથે સંકળાયેલા રિયલ એસ્ટેટ બ્રોકર અશોકકુમાર ભંડારી અને બ્રોકર દિપક ઠક્કરે કરેલા ઓનમની કરેલા જમીનોના સોદાઓની તપાસ ચાલી રહી છે અને કેટલાક બિલ્ડરોના નામો પણ ખુલ્યા છે .શીતલ ચુનીભાઇ ઝાલા નામની યુવતી અને બ્રોકરો યોગેશ પુજારા, પ્રશાંત શરખેડી, જગદીશ પાવરાના બોપલ આંબલી રોડ, જજીસ બંગલો રોડ, થલતેજમાં આવેલા બંગલામાંથી મોટા જમીન સોદાઓના દસ્તાવેજો મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન