Does buffalo flock know about milk production?
  • Home
  • Agro Sandesh
  • ભેંસના બાવલા પરથી દૂધ ઉત્પાદનની અંગે આ રીતે જાણી શકાય

ભેંસના બાવલા પરથી દૂધ ઉત્પાદનની અંગે આ રીતે જાણી શકાય

 | 1:00 pm IST

દૂધ ઉત્પાદન શક્તિનો સંપૂર્ણ ખ્યાલ શરીરના બીજા બધા ભાગો કરતાં બાવલાના વિકાસ ઉપરથી વિશેષે નક્કી થઈ શકે છે. જેમ બાવલાનો વિકાસ સારો તેમ દૂધ ઉત્પાદન શક્તિ વધારે. દૂધાળ જાનવરનું બાવલું એ રીતે વિકસેલું હોય છે કે તે ભાગ ઉપર ચરબીનું પ્રમાણ ઓછામાં ઓછું હોવા છતાં સુડોળ હોય તે જાતનું બાવલું સંપૂર્ણ કહેવાય.

કેટલીક ગાયો અને ભેંસોના બાવલાં લચી પડેલા જોવામાં આવે છે. તે ખામીવાળાં બાવલાં કહેવાય. બાવલાં ઉપર નાની-નાની છતાં પૂર્ણ વિકસિત શિરાઓ વાંકીચૂકી અને બહાર પડતી હોય તો તે પ્રકારનું બાવલું ઉત્તમ ગણાય અને શિરાઓ બાવલામાં લોહીનું પરિભ્રમણ સંતોષકારક સૂચવે છે. દૂધાળ જાનવરનું બાવલું દૂધ દોહવાનો સમય નજીક આવતો જાય તેમ કદમાં મોટું થતું દેખાય.

જો ઉત્તમ પ્રકારનું બાવલું હોય તો દૂધ દોહી લીધા પછી તે સંકોચાવું જોઈએ અને આજુબાજુની ચામડી ઢીલી થઈ જવી જોઈએ. ઉપરાંત ચારે આંચળ એક સરખી લંબાઈના સુડોળ અને સરખા અંતરે હોવા જોઈએ. આવા લક્ષણોથી દૂધ ઉત્પાદન શક્તિનો અણસાર મેળવી શકાય. પરંતુ, ખરું ઉત્પાદન તો દોહન કાર્ય થકી જ જાણી શકાય છે.

  • માનસિંહભાઈ ચૌધરી, વિસનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન