શું બજેટ પર હતી ગુજરાતની અસર ? શું 2019ની ચૂંટણીને લેવાયી ધ્યાને ? - Sandesh
  • Home
  • Budget 2018
  • શું બજેટ પર હતી ગુજરાતની અસર ? શું 2019ની ચૂંટણીને લેવાયી ધ્યાને ?

શું બજેટ પર હતી ગુજરાતની અસર ? શું 2019ની ચૂંટણીને લેવાયી ધ્યાને ?

 | 8:06 pm IST

ગુજરાતની ચૂંટણીમાં ધાર્યુ પરિણામ ન આવતા, સરકાર હવે વધું સાવચેતી રાખવા માંગતી હોય તેવું આ બજેટ 2018 પરથી  ભાસી રહ્યું છે. કૃષિ ક્ષેત્ર અને ગ્રામ્ય વિસ્તારોને બજેટમાં વધું મહત્વ આપવા પાછળ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. કેટલાંક લોકો આ રાજકીય બજેટ ન હોવાનું કહે છે તો કેટલાંક નિષ્ણાંતોના મતે આ ચૂંટણીલક્ષી બજેટ પણ ન હતું. તો કેટલાંક ગુજ્જુઓ આ બજેટને આંતરિક રીતે પાટીદારલક્ષી બજેટ ગણાવી રહ્યાં છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ ન મળતાં સરકાર વર્ષ 2019ની ચૂંટણી માટે કોઈ કસર રાખવા નથી માંગતી. તેની અસર રૂપે, ખાસ કરીને પીએમ મોદીના ખાસ સૂચનોને આધારે આ બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે.

પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં નાણાંપ્રધાન અરૂણ જેટલીએ ગ્રામ્ય વિસ્તારોને કેન્દ્રમાં રાખીને ખેડૂતો અને ગરીબો માટે મોટી જાહેરાતો કરી. નાણાંપ્રધાને ખેડૂતોની આવક બેવડી કરવાનો અને ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક મફત સારવાર આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. બજેટમાં કરાયેલી જાહેરાત અનુસાર ખેડૂતોને ખતપેદાશોની ઉત્પાદન કિંમતના દોઢ ગણાં ભાવ મળએ તેવી નીતિ સરકારે અપનાવી હોવાનું કહેવામાં આવ્યું છે.  ગરીબ પરિવારોના સ્વાસ્થ્ય સુધાર માટે દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના ‘મોદીકેર’ની જાહેરાત પણ કરવામાં આવી છે.

ચિદમબરમના મતે પણ સરકારનું બજેટ એક માત્ર જુમલો જ
બજેટ વિશે કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકારે બજેટમાં દેશને ખોખલા વચનો આપ્યા છે. મોટાં ભાગે યોજનાઓને વર્ષ 2022 સુધીમાં લાગૂ કરવાના વચન આપ્યા છે. એજ બતાવે છે કે સરકાર આ વર્ષે નિશ્રિત રૂપે શું કરશે અને શું નહિં કરે તે નિશ્રિત નથી. સરકાર જે કઈં કરવા માંગે છે તે વિશે પાથ કે પગલાં વિશે બજેટમાં કશું નથી. આ વિશે પૂછવા છતાં સરકારે મૌન ધારણ કરી લીધું છે. આ વાત પરથી સ્પષ્ટ છે કે સરકાર માટે વચનો પૂરા કરવા મુશ્કેલ જ નહિં અશક્ય છે.

પૂર્વ નાણાંપ્રધાન પી ચિદમ્બરમે કહ્યું કે, બજેટ પહેલા આવેલા આર્થિક સર્વેમાં સરકારે 7.5 ટકા વિકાસ દરનું સપનું બતાવ્યું છે. પરંતુ, દેશની અર્થવ્યવસ્થાને આ ઝડપ આપવા માટે ઉઠાવવામાં આવનારા પગલાં પર કેન્દ્ર સરકારે મૌન ધારણ કરી રાખ્યું છે. તેનાથી એ નિષ્કર્ષ પણ નીકળે છે કે, ખેડૂતો અને ગરીબોને લલચાવવા કેન્દ્ર સરકારે ફરી એકવખત ખોટા વચનોની મદદ લીધી છે, જેનાથી તે 2019ની લોકસભાની ચૂંટણીમાં થનારા નુક્સાનને રોકી શકે.

નિષ્ણાંતોનું માનવું છે કે શિક્ષણ અને ખેડૂતોના ભાવ કે જે મુદ્દા ગુજરાતની ચૂંટણીમાં હાવી રહ્યા, જેને પરિણામે ભાજપને અપેક્ષિત સીટો ન મળી તે જોતાં આ બજેટને પાટીદારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હોવાનું પ્રતિત થયા વગર રહેતું નથી.