Election commission geting detals for one country one election
  • Home
  • India
  • ‘એક દેશ એક ચૂંટણી’ માટે શું ઈલેક્શન કમિશન છે તૈયાર, જાણો વિગતો

‘એક દેશ એક ચૂંટણી’ માટે શું ઈલેક્શન કમિશન છે તૈયાર, જાણો વિગતો

 | 4:43 pm IST

PM મોદી દેશમાં ચૂંટણી ખર્ચ ઘટાડવા માટે એક દેશ એક ચૂંટણીનો નારો આપી રાજ્યોની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી સાથે યોજવા મન બનાવી ચૂક્યા છે. આ મામલે વિપક્ષો સાથે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણીપંચ આ માટે તૈયાર છે. જો એક દેશ એક ચૂંટણી યોજવામાં આવે તો એ માટે કેટલો વધારાનો ખર્ચ થશે તે વિશે હાલ  વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જો મામલે નિર્ણય લેવાય જાય તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને એક સાથે કરાવવાના અમલ માટે વધારાના કેટલાં ભંડોળની જરૂરિયાત રહેશે તે અંગે ખર્ચની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

જો એક દેશ એક ચૂંટણી હેઠળ રાજ્યો અને લોકસભાની ચૂંટણી સાથે યોજાય તો તે માટે બંધારણમાં સૂચિત ફેરફાર કરવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે ચૂંટણીપંચે સંસદ અને રાજ્યોની વિધાનસભાને યોદવા માટે દરેકે મતદાન મથકે EVMના બે સેટ રાખવા પડશે. તે માટે થનારા વધારાના નાણાકિય ખર્ચ અને પરિણામ અંગે વિગતો હાલ એકઠી કરવામાં આવી રહી છે. આ રીતે તેની અમલવારીનો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે.

ચૂંટણી પંચ અનુસાર ગત અનુભવ પ્રમાણે પ્રથમ તબક્કાના ચેકિંગથી લઈને તૈયારી, પ્રશિક્ષણ, જાગરુકતા અને મતદાન માટે રિઝર્વ દિવસ તેમજ ખરાબ મશીનોના રિપ્લેસમેન્ટ માટે 71 ટકા મતદાન એકમો, 25 ટકા કન્ટ્રોલ યુનિટ અને 35 ટકા VVPAT ની જરુર પડશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, એક સાથે ચૂંટણી કરાવવા માટે EVM અને VVPATને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા 12.9 લાખ વધારાની બસોની જરુર પડશે. ઉપરાંત 12.3 લાખ VVPAT પણ ખરીદવા પડશે. જે માટે કુલ 4554.93 કરોડ રુપિયાનો ખર્ચ થશે.