Does Priyanka Chopra Hires Fake Fans? Watch This Video
  • Home
  • Featured
  • ‘ભાડાનાં પ્રશંસકો’ લાવીને દેખાડો રહે છે પ્રિયંકા ચોપરા? જોઇ લો આ વિડીયો

‘ભાડાનાં પ્રશંસકો’ લાવીને દેખાડો રહે છે પ્રિયંકા ચોપરા? જોઇ લો આ વિડીયો

 | 4:16 pm IST

બોલીવુડમાં લગ્નની મોસમ ચાલી રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્ન બાદ હવે જ્યાં તેમના ફેન્સ રિસેપ્શનની રાહ જોઇ રહ્યા છે તો બીજી તરફ બોલીવુડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા પણ ડિસેમ્બરમાં લગ્ન કરશે. પ્રિયંકા ચોપરા જોધપુરમાં નિક જોનસ સાથે લગ્ન કરશે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાને લઇને એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પોતાના ફેન્સને ઑટોગ્રાફ આપીને પ્રિયંકા ફસાઈ ગઈ છે અને ટીકાનો સામનો કરી રહી છે.

આ વિડીયોમાં પ્રિંયકા ચોપરા એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી રહી છે. વિડીયોની શરૂઆતમાં એક યુવક અને યુવતી પ્રિયંકા પાસે ઑટોગ્રાફ લેવા આવે છે. થોડીવાર બાદ આ બંને છોકરો-છોકરી ફરી પ્રિંયકા પાછળ ભાગે છે અને તેની આગળ નીકળતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ જ્યારે એરપોર્ટની બહાર ગેટ પર મીડિયા પ્રિયંકાનો ફૉટો લઇ રહ્યું હોય છે ત્યારે આ યુવક-યુવતી ફરી પ્રિયંકા પાસે આવે છે અને ઑટોગ્રાફ લે છે. પ્રિયંકા એકવાર ફરી ઑટોગ્રાફ આપે છે.

આ વિડીયોમાં એક જ યુવક-યુવતીને ફરી ઑટોગ્રાફ આપવાને લઇને પ્રિયંકાને લોકો ટ્રોલ કરી રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મીડિયા સામે પોતાને વધારે મહત્વની દર્શાવવા માટે પ્રિયંકા ભાડેથી ફેન્સ રાખે છે. તો કેટલાક લોકોનાં પ્રમાણે આ લોકો ફેન્સ નહીં, પરંતુ એવા લોકો છે જે ઑટોગ્રાફ લઇને તેને ઑનલાઇન વેચે છે અને તેમાંથી કમાણી કરે છે. તમે પણ જોઈ લો આ વિડીયો.