શું ટીસીએસ ફરીથી શેર્સ બાયબેકની કરશે જાહેરાત? - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શું ટીસીએસ ફરીથી શેર્સ બાયબેકની કરશે જાહેરાત?

શું ટીસીએસ ફરીથી શેર્સ બાયબેકની કરશે જાહેરાત?

 | 3:38 pm IST

આઇટી કંપની ટીસીએસ ફરીથી શેર્સ બાયબેકની જાહેરાત કરી શકે છે. કંપનીની ૧૫મી જૂને મળનારી બોર્ડ મિટિંગમાં આ દરખાસ્ત ઉપર વિચારણા કરવામાં આવશે, તેવી માહિતી ટીસીએસે  બીએસઇને માહિતી આપી છે. જોકે આ મામલે કંપનીએ વિગતે વાત કરી નથી.

શેર્સ બાયબેક કરવા માટે બે વિકલ્પ છે. સૌપ્રથમ તો ટેન્ડર ઓફર અને બીજો વિકલ્પ છે કે બજારમાંથી પ્રવર્તમાન ભાવે શેરની ખરીદી કરવી. ટેન્ડર ઓફરમાં કંપની શેર્સની સંખ્યા દર્શાવી ઓફર જારી કરે છે કંપની જેટલા શેર્સ બાયબેક કરવા ઇચ્છે છે તેની ખરીદી માટે એક ભાવ નક્કી કરે છે. રોકાણકારોએ એક ફોર્મ ભરી કંપનીમાં જમા કરવાનું રહે છે અને તેમાં જણાવવાનું રહે છે કે તે કેટલા શેર્સ આપવા માગે છે અને તે સામે કેટલી રકમ ઇચ્છે છે.

ટીસીએસના બોર્ડે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શેર્સ બાયબેક કરવા મંજૂરી આપી હતી. એ વખતે કંપનીએ ૫.૬૧ કરોડ શેર્સ રૃ.૧૬,૦૦૦ કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી. કંપનીએ શેર દીઠ રૃ.૨,૮૫૦ના ભાવે બાયબેકની ઓફર કરી હતી. કંપનીએ શેર્સ બાયબેકની દરખાસ્તની માહિતી આપી ત્યારબાદ ટીસીએસના શેર્સના ભાવમાં તેજી જોવા મળી છે. શેરનો ભાવ આજે રૃ.૧,૮૩૦ સુધી પહોંચ્યો હતો જે ગઈકાલે રૃ.૧,૭૮૧ ઉપર બંધ થયો હતો. ૨૦૧૮ના નાણાકીય વર્ષમાં ટીસીએસે શેરધારકોને ડિવિડન્ડ અને બાયબેક દ્વારા રૃ.૨૬,૮૦૦ કરોડની રકમ આપી હતી.

ઉલ્લેખનીય છે કે શેર્સ બાયબેક કરવાથી કંપનીની શેર દીઠ આવકમાં સુધારો થાય છે. કંપની પાસે વધારાની રોકડ રકમને કારણે શેરધારકોને તેનો ફાયદો થાય છે. ટીસીએસ ઉપરાંત બીજી કેટલીક કંપનીઓએ પણ બાયબેકને મંજૂરી આપી હતી.