Does your oiled hair come in? Learn how to remove
  • Home
  • Fashion & Beauty
  • શું તમારા ઓઇલી વાળમાંથી વાસ આવે છે? જાણો દૂર કરવાના ઉપાય

શું તમારા ઓઇલી વાળમાંથી વાસ આવે છે? જાણો દૂર કરવાના ઉપાય

 | 2:30 am IST

હેર ટિપ્સ :- હેતા પટેલ

ઉનાળામાં મહીલાઓને મોટેભાગે પરસેવો થવાના કારણે ઓઇલી હેરની સમસ્યા સતાવતી હોય છે. ગરમીના કારણે વાળમાં પરસેવાની તકલીફ રહ્યા કરે છે. પરસેવાના કારણે વાળ ધોયા હોઇ તો પણ તેલવાળા લાગ્યા કરે છે. વળી વાળમાં તેલ આવી જવાના કારણે તેમાંથી વાસ પણ આવવા લાગે છે. અને આ કારણે હેરફોલ પણ થવાના ચાન્સ વધી જાય છે. આ તકલીફથી છુટકારો મેળવવા તમારે સૌપ્રથમ ગરમીના કારણે થઇ જતાં ઓઇલી હેરમાંથી છુટકારો મેળવવો પડે. એકવાર ઓઇલી હેરમાંથી છુટકારો મેળવશો તો આપોઆપ વાળમાંથી આવતી પરસેવાની વાસમાંથી પણ મુક્તિ મળશે, અને હેરફોલ પણ નહી થાય. તે માટે શું શું કરવું તે વિશે વાત કરીએ.

એપલ સીડ્સ વિનેગર (સફરજનની છાલનું વિનેગર) 

બે ચમચી એપલ સીડ્સ વિનેગરને એક ગ્લાસ પાણીમાં ઉમેરી દો, એક કલાક સુધી આ મિશ્રણને ભેળવીને રાખો, ત્યારબાદ તે પાણીને વાળમાં નાખી દો. અને પછી શેમ્પૂ કરી લો. આ મીશ્રણ સ્કાલ્પને હેલ્ધી રાખશે, તેમજ વધારે પડતાં ઓઇલને બેલેન્સ કરવાનું કાર્ય કરશે.

લીંબુ

લીંબુ પણ વાળમાં આવતાં તેલને બેલેન્સ કરવાનું કાર્ય કરે છે. મુખ્યત્વે ગરમીમાં પરસેવો વધારે પ્રમાણમાં થતાં વાળમાં ઓઇલ આવી જતું હોય છે, આ ઓઇલને લીંબુનો રસ પણ કંટ્રોલ કરી શકે છે. તે માટે એક ગ્લાસ પાણીમાં આખું લીંબુ નીચોવીને વાળમાં શેમ્પૂ કર્યાં બાદ તે મીશ્રણને નાખો. પછી સાદા પાણીથી વાળને ધોઇ નાખો.

ગલગોટા (મેરીગોલ્ડ)  

ગલગોટાની પાંદડી પણ વાળમાં પરસેવાને કારણે આવતાં તેલને રોકવાનું કાર્ય કરે છે. આ માટે ફ્રેશ ગલગોટાની પાંદડીને ગરમ પાણીમાં નાખી એક કલાક સુધી રહેવા દો. પાણી ઠંડુ થાય એટલે તરત તે પાણી વડે વાળ ધોઇ લો.

લીલી ચા અને લીંબુ  

લીલી ચા અને લીંબુનું મીશ્રણ પણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. આ મિશ્રણ વાળમાં આવતાં ઓઇલને તો કંટ્રોલ કરે જ છે, સાથે સાથે વાળને સિલ્કી અને શાઇની બનાવવાનું કાર્ય પણ કરે છે. આ મિશ્રણને તમે કંડીશ્નર તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો. લીલી ચા અને લીંબુનુ મિશ્રણ બનાવવા એક તપેલીમાં ચાર કપ પાણી લો, તેમા ૫૦ ગ્રામ લીલી ચા ઉકાળો, પાણી થોડુંં ઉકળે એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો, પાણી ઠંડુ થઇ ગયા બાદ તેમા એક લીંબુ નીચોવી વાળમાં શેમ્પૂ કર્યાં બાદ તે મીશ્રણથી વાળ ધોઇ લો.

વાળમાંથી આવતી દુર્ગંધ હટાવવા શું કરવુ?  

પરસેવાને કારણે વાળ ઓઇલી તો થાય જ છે, સાથે સાથે પરસેવાની પણ ખરાબ સ્મેલ વાળમાંથી આવવા લાગે છે, આ દુર્ગંધને હટાવવા માટે ત્રણ કપ પાણીમાં દસ ચમચી ગુલાબ જળ નાખી એક આખું લીબું નીચોવી દેવુ, આ મીશ્રણને વાળમાં શેમ્પૂ કર્યાં બાદ લગાવવું. શેમ્પૂ કર્યાં બાદ તે મીશ્રણથી વાળ ધોેવાથી વાળમાંથી આવતી દુર્ગંધ દુર થઇ જશે.

લીમડો  

લીમડો પણ ઉનાળામાં વાળ માટે અકસીર છે. ઉનાળામાં પરસેવાને કારણે સ્કાલ્પમાં ઇન્ફેક્શન થઇ જતું હોય છે, તે ઇન્ફેક્શનથી બચવા તેમજ વાળના ઓઇલને કંટ્રોલ કરવા માટે લીમડાની વીસ જેટલી પત્તી આખી રાત એક બાલટી પાણીમાં પલાળી રાખો. સવારે તે જ પાણીમાં લીંબુ નીચોવીને તે પાણી વડે વાળ ધોઇ લો. તેનાથી માથામાં કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન નહી થાય અને ઓઇલ પણ કંટ્રોલમાં રહેશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન