‘હર કુત્તે કા દિન આતા હૈ’-સાસણના જંગલમાં સિંહ સામે શ્વાને લીધો પંગો, વિડીયોમાં કેદ થઈ લડાઈ

હર કુત્તે કે દિન આતે હૈ ઔર શેર ચૂહા બન જાતા હૈ. આ ફિલ્મી ડાયલોગ સાસણ જંગલમાં સાચો પડ્યો છે. સાસણ (Sasan Gir)ના જંગલમાં સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈ (Lion Dog Fight Video)નો વિડીયો સામે આવ્યો છે. જેની ગર્જનાથી આખું જંગલ ગુંજી ઊઠે છે અને ભલભલાના હાંજા ગગડી જાય છે તેવા સિંહને શ્વાને ચેલેન્જ આપી. ગીર (Gir)ના જંગલ (Forest)માં જોવા મળતી અતિ દુર્લભ એવી આ ઘટના પ્રવાસીઓએ કચકડે કંડારી છે જેમાં એક શ્વાન સિંહ સાથે બાથ ભીડવાની હિંમત કરી રહ્યો છે અને સિંહ પણ પાછી પાની કરતો નજરે ચડી રહ્યો છે.
પ્રવાસીઓએ નજરે જોયા આ દ્રશ્યો
મહત્વની વાત એ છે કે જ્યાં પ્રવાસીઓને સિંહ દર્શન માટે જંગલના રૂટ પર લઈ જવામાં આવે છે ત્યાં પવન ચક્કી વાળા પાણીના પોઇન્ટ નજીક પ્રવાસીઓ જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરતા હતા તેવામાં અચાનક જ બે સિંહણો પ્રવાસીઓને નજરે ચડી અને ત્યાં અચાનક જ શ્વાન પણ આવી ચડ્યો અને સિંહને ભસવા લાગ્યો તેવામાં સિંહણ ધીમે ધીમે પાછીપાની કરવા લાગી હતી. તેનો મતલબ એવો નથી કે સિંહણ શ્વાનથી ડરી ગઈ. સિંહ એ ખાનદાન પ્રાણી છે અને તેનો સ્વભાવ છે કે જે તેનો ખોરાક નથી તેને શિકાર બનાવતો નથી.
આ ઘટનાએ સિંહની ખાનદાની સાબિત કરી
આ સમગ્ર મામલે સાસણના ડીસીએફએ જણાવ્યું હતું કે ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે. શ્વાન ચિતલ, હરણના બચ્ચાનો શિકાર કરવા માટે ત્રણ-ચાર ના જૂથમાં જંગલમાં ચડી આવતા હોય છે પણ તેણે આ ઘટનામાં સિંહની સાથે બાથ ભીડી હોય તેવું સામે આવ્યું છે. સિંહ એ ખાનદાની પ્રાણી છે, જેથી શ્વાનને છોડી દીધું નહીંતર સિંહ ધારે તો એક મિનિટના છઠ્ઠા ભાગમાં સ્વાનને પતાવી પણ દે. આ ઘટના પરથી સિંહની ખાનદાની વધુ એકવાર સાબિત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન