Dog Attack on 2 years Old Kid in Jamalpur Ahmedabad
  • Home
  • Videos
  • Featured Videos
  • અમદાવાદમાં 2 વર્ષના માસૂમ બાળક પર શ્વાનનો જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં 2 વર્ષના માસૂમ બાળક પર શ્વાનનો જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

 | 9:43 pm IST

અમદાવાદ શહેરમાં ફરી એક વાર શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. આ વખતે શ્વાને માસૂમ બાળક પર હુમલો કર્યો છે. આ ઘટના શહેરના જમાલપુર વિસ્તારની છે જ્યાં એક શ્વાને બાળક પર જીવલેણ હુમલો કર્યો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હુમલામાં બાળકને ગંભીર ઇજા થઈ છે.

જમાલપુર ખાતે જ્યારે એક બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યું હતું, ત્યારે અચાનક એક શ્વાન ગલીમાંથી દોડીને આવ્યું અને 2 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યો. કૂતરાએ બાળકના પગના ભાગ પર બચકાં ભાર્યા, પરંતુ એટલામાં બાળકના માતા-પિતા અને પાડોશીઓ આવી પહોંતા કૂતરાથી બાળકને બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, જ્યારે બાળક ઘરની બહાર રમી રહ્યું છે ત્યારે પાછળ કૂતરું દોડતું આવ્યું અને બાળક પર હુમલો કરી દીધો. મહત્વની વાત એ છે કે, લોકો બાળકને છોડાવી રહ્યા છે તો પણ તે બાળકને છોડી રહ્યું નહોતું, આખરે માર પડતા તે બાળકને છોડી ભાગી ગયું.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ હડકાયા કૂતરા દ્વારા બાળકો અને રહીશો પર કેટલીએ વખત હુમલાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે રખડતા કૂતરાઓને પકડવાની કામગીરી કોર્પોરેશને બંધ કરી દીધી છે, તેના બદલે હવે શ્વાનને પકડી રસી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે દર વર્ષ અમદાવાદમાં કૂતરા કરડવાના 40 હજારથી વધુ કેસ નોંધાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન