Dog blessing people sitting outside temple and hand shake devotees
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • OMG! મંદિરની બહાર કૂતરુ આપી રહ્યું છે ભક્તોને આશીર્વાદ, વારંવાર જોવાઇ રહ્યો છે વીડિયો

OMG! મંદિરની બહાર કૂતરુ આપી રહ્યું છે ભક્તોને આશીર્વાદ, વારંવાર જોવાઇ રહ્યો છે વીડિયો

 | 9:09 am IST
  • Share

સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં, મંદિરની બહાર બેઠેલ એક કૂતરો (Dog)બહાર આવતા ભક્તોને (Devotees)આશીર્વાદ આપી રહ્યો છે અને તેમની સાથે હાથ મિલાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકોને આ વીડિયોને જોઇ રહ્યા છે. આ વીડિયો સિદ્ધટેકના સિદ્ધિવિનાયક મંદિરનો (Soddhivinayak temple) કહેવામાં આવી રહ્યો છે. એક વ્યક્તિએ આ વિડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરે છે અને તેના પર ઘણી સારી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો અરુણ લિમાડિયાએ ફેસબુક પર શેર કર્યો છે. તેમણે ફેસબુક પર બે વીડિયો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો મંદિરના એક્ઝિટ ગેટ પર બેઠો છે, જે મંદિરમાંથી બહાર આવતા ભક્તોને તેના પંજા ઉભા કરી અને તેમની સાથે હાથ મિલાવીને આશીર્વાદ આપી રહ્યો છે. લોકો વીડિયો જોયા પછી આ કૂતરાના ફેન્સ બની ગયા છે અને વીડિયો જોયા પછી તેની પ્રશંસા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન