Dog Bravely Saved Another Dog Life, Video Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • કૂતરાએ સાથીનો આવી રીતે બચાવ્યો જીવ, સોશિયલ મીડિયા પર બની ગયો ‘હીરો’

કૂતરાએ સાથીનો આવી રીતે બચાવ્યો જીવ, સોશિયલ મીડિયા પર બની ગયો ‘હીરો’

 | 12:18 am IST

શ્વાનની વફાદારીના કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેઓ માત્ર મનુષ્યો સાથે જ વફાદારી નથી કરતા પરંતુ તેમના સાથીઓ સાથે પણ ખૂબજ સારી રીતે રહે છે. હવે એવી જ એક ઘટના સામે આવી છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે શ્વાન તેના સાથીને એક ગાડી નીચે આવતા તેનો જીવ બચાવે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છે બર્ફીલા રોડ પર એક કાર રિવર્સ આવી રહી છે. ત્યારે કૂતરાએ જોયું કે તેનો સાથી અને બીજું નાનું કૂતરું ગાડીના પૈડાં હેઠળ આવી રહ્યું છે ત્યારે દૂર ઉભેલો આ શ્વાન દોડીને તેની નજીક આવે છે. ત્યાર બાદ બીજા કૂતરાને ગરદનથી પકડીને ગાડીથી દૂર લઈ જાય છે અને તેનો જીવ બચાવે છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જે લોકો દ્વારા ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો આ શ્વાનને હીરોનું નામ પણ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન