અદ્દલ માણસની જેમ જ આ કૂતરો કરે છે ગાર્ડન નોકરી, વીડિયો જોઈ આંખો ચોળવા લાગશો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અદ્દલ માણસની જેમ જ આ કૂતરો કરે છે ગાર્ડન નોકરી, વીડિયો જોઈ આંખો ચોળવા લાગશો

અદ્દલ માણસની જેમ જ આ કૂતરો કરે છે ગાર્ડન નોકરી, વીડિયો જોઈ આંખો ચોળવા લાગશો

 | 11:18 am IST
  • Share

કૂતરાઓના ક્યૂટ અને ફની વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. કુતરાઓ જેટલા હોશિયાર છે એટલા જ સુંદર છે. કૂતરાઓનું મગજ એટલું તીક્ષ્ણ હોય છે કે તેને તરત જ જાણ થઈ જાય છે કે કોણ ઘરનો સભ્ય છે અને કોણ બહારનો છે. આ કારણોસર જ્યારે બહારનો વ્યક્તિ ઘરમાં આવે છે ત્યારે કૂતરો મોટેથી ભસવાનું શરૂ કરે છે. તમે ક્યારેય કોઈ કૂતરાને ગાર્ડનું કામ કરતા જોયો છે. તમને આ વીડિયો જોઈને ભારે આશ્ચર્ય થશે, કારણ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને તમને પણ ખાતરી થઈ જશે કે કૂતરો પણ ગાર્ડ તરીકે કામ કરે છે.

ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કૂતરો ગાર્ડ તરીકે કામ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો ગેટની નજીક ડ્રેસ પહેરીને બેઠો છે. જ્યારે કાર આવે છે ત્યારે કૂતરો ઉભો થાય છે અને ગેટ ખોલે છે. કાર થોડી અંદર જાય પછી કૂતરો કારનો નંબર જુએ છે, પછી પાછો આવે છે અને રજિસ્ટર લે છે અને કારમાં બેઠેલા વ્યક્તિ પાસે એન્ટ્રી કરવા જાય છે. પછી રજિસ્ટર પાછું લઈને એની જગ્યાએ મૂકી દે છે. હવે લોકો આ વીડિયો જોઈને ચોંકી ગયા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન