શ્વાન - DOG - Sandesh

શ્વાન – DOG

 | 1:40 am IST

કુકડાના સ્વભાવ, ચારિત્ર્ય, તંદુરસ્તી, આર્થિક સ્થિતિ વિશે સમજાવ્યું. હવે?

જેઓ ૧૯૫૮, ૧૯૭૦, ૧૯૮૨, ૧૯૯૪, ૨૦૦૬, ૨૦૧૮માં જન્મ્યાં હોય તેઓ કૂતરાના વર્ષના માણસો ગણાય.

આ લોકો સ્વભાવે ચાલાક, લડાયક, સાવચેતી રાખનાર હોય છે. આ લોકો સેવાભાવી, બીજાના માટે બધું જ કરી છૂટનાર હોય છે. પોતાની જાતને જોખમમાં નાખી બીજાના કામમાં, મુશ્કેલીમાં ઊભા રહે છે. નિસ્વાર્થ હોય છે. પ્રમાણિક તેમજ વફાદાર હોય છે. વિશ્વાસુ પણ ખરાં, સાચાં બોલા. ખરાને ખરું કહેવાવાળા, અન્યાયની સામે બળવો પુકારનાર હોય છે. સંકટના સમયે હિંમત રાખી સામનો કરે છે, ડરતા નથી હોતાં. સ્વભાવે મશ્કરા ખરાં મિત્રોના શોખીન. અને કોઈક વખત અતડાં પણ ખરાં. તેમનામાં ખાનદાનના ગુણો હોય છે. માણસાઈ રાખે છે. તેઓ ખાનગી વસ્તુ છુપાવી શકે છે. વિશ્વાસુ હોવાથી છૂપી વાતો છુપાવી શકે છે. આ લોકોને વિશ્વમાં લઈ શકાય. ગમે તે ભોગે પણ બીજાના કામમાં આવે છે. વિશ્વાસઘાત કરે નહીં. તેઓ બુદ્ધિશાળી હોય છે, નવું કંઈ શોધી કાઢવાની, જાણવાની, મેળવવાની વૃત્તિ ધરાવે છે. બીજાનો પ્રેમ અને વિશ્વાસ તેઓ મેળવી શકે છે. આ લોકોનો પ્રેમ સંપાદન થતાં મરણાંત સુધી સંબંધ જાળવી જાણે છે. ન્યાયને માટે ઝઝૂમે છે. ખોટી વસ્તુને ધિક્કારે છે, આ લોકોને બીજાની ભૂલો ખાતર ઘણું સહન કરવું પડે છે. સંયુક્ત કુટુંબમાં વડા થઈ જેમને ઘણું સહન કરવું પડેલું હોય છે તેઓ આ સ્વરૂપ નીચે જન્મેલા જોવામાં આવ્યા છે. જ્યારે જ્યારે કુદરતી કોઈ કોપ કે આફતો આવી હોય છે ત્યારે આ લોકોને વધારે સહન કરવું પડે છે. આ લોકોને જોઈતી જીવન જરૂરિયાતો ઈશ્વર મેળવી આપે છે. પૈસાની પાછળ ઘેલા બનતાં હોતા નથી. મૂડીવાદી માનસ હોતું નથી. જો ઈશ્વર તેમને પૈસો આપે છે તો સારી રીતે ધર્મ, કેળવણી પાછળ દાનમાં ખર્ચે છે. સખાવતો કરે છે. તેઓ સાદા, સરળ હોય છે. તેમની રીતભાત, રહેણીકરણી પણ સામાન્ય હોય છે. ખોટો ડોળ કે દેખાવ કરતા નથી. આ લોકો ખાસ કરીને ઉદ્યોગમાં પડે છે, તો ફાવે છે. આ લોકો કેળવણી, રાજકારણ, સામાજિક સંસ્થાઓમાં કામ કરતાં જોવામાં આવે છે. લેખક, ડોક્ટર, ન્યાયાધીશ, એન્જિનિયર, કેળવણીકાર, મજૂર નેતા થવાના ગુણો તેમનામાં હોય છે. લોકતંત્રમાં કામ કરે છે. પ્રેમ તેમજ લાગણીની બાબતમાં આ લોકો વધારે વિશ્વાસુ હોય છે. તેમના જીવનમાં પ્રેમ પ્રસંગો આવી પડે! દગો કે વિશ્વાસઘાત અનુભવે છે. કૂતરાને ઘોડા જોડે સારું બને. (ઘોડાનું પ્રકરણ વાંચવું) વાઘની જોડે દુશ્મની છે. સ્ત્રી કે ભાગીદાર તરીકે સંબંધ સારો નહીં.

અજગરની જોડે પણ બને નહીં. અજગરથી દૂર રહેવાની સલાહ છે.

ધંધામાં કે લગ્નમાં આ લોકોનું જીવન શરૂઆતમાં સારું જાય. યુવાનીમાં તેમને વેઠવું પડે. જીવનમાં મુશ્કેલીઓ આવે. મધ્ય જીવનમાં કમાયા હોય પણ ખર્ચી નાંખતાં હોવાથી ઘડપણમાં સહન કરવું પડે. આ લોકોએ સારા સમયમાં ફરજિયાત બચત કરવી જોઈએ અને પાછલી જિંદગી માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ૨૦૨૦ની સાલમાં તેમના માટે ઘણી સારી તકો આવી પડે છે. તેનો લાભ મેળવવો જોઈએ. વર્ષ સારું છે. નવું સાહસ થાય! વર્ષ વાઘનું હોવાથી સંભાળીને દરેક કામ કરવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન