Dog enter in Super Market in Brazil and take cookies and Run away
  • Home
  • Videos
  • Featured Videos
  • આ શ્વાનની જબરી ચતુરાઈ જોઈને શાતિર ચોરો પણ ગોથે ચઢી જશે, જુઓ વાયરલ Video

આ શ્વાનની જબરી ચતુરાઈ જોઈને શાતિર ચોરો પણ ગોથે ચઢી જશે, જુઓ વાયરલ Video

 | 11:03 pm IST

બ્રાઝિલના એક સુપરમાર્કેટમાંથીએ એવી ઘટના સામે આવી છે. જેને સૌને ચોંકાવી દીધા છે. અહીં એક શ્વાને ખૂબજ ચાલાકીથી સુપરમાર્કેટમાં ચોરી કરી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબજ વાયરલ થયો છે. કેટલાક લોકો શ્વાનની આ ક્રિયાને ક્યુટ બતાવી રહ્યા છે તો કેટલાક યુઝર્સ સુપરમાર્કેટની સુરક્ષા પર સવાલ ઉભા કરી રહ્યા છે.

શ્વાનની આ ઘટના ત્યાંના એક CCTV કેમેરાની કેદ થઈ છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે શ્વાન એક સુપરમાર્કેટમાં દાખલ થાય છે અને પછી એક પેકેટ મોઢાથી પકડીને ભાગી જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કૂતરું એક કૂકીઝના સેક્શન તરફ જાય છે અને કોકોનટ કૂકીઝનું પેકેટ ઉઠાવીને ભાગવા લાગે છે. ત્યાં હાજર લોકો આ ઘટનાને માત્ર જોતા જ રહી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન