Dog hug man cute video goes viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ઘરે આવતા જ શખ્સને ભેટી પડ્યો શ્વાન, જુઓ આ હૃદયને સ્પર્શી જાય એવો Video

ઘરે આવતા જ શખ્સને ભેટી પડ્યો શ્વાન, જુઓ આ હૃદયને સ્પર્શી જાય એવો Video

 | 10:09 pm IST

કહેવાય છે કે પાળતુ પ્રાણીઓ માનસિક રોગના ઇલાજમાં ખૂબ જ મદદરૂપ નિવડે છે. પાળતુ પ્રાણીઓ વ્યક્તિના જીવનને બદલી પણ શકે છે અને હકીકતમાં, તેને વધુ સારું બનાવી શકે છે. એવું જ એક ઉદાહરણ પૂરું પાડતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયો માત્ર 11 સેકેન્ડનો છે. પરંતુ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ જ્યારે તેના ઘરે પહોંચે છે ત્યારે ધરની બહાર તેનો પાળતું કૂતરો તેના માટે દરવાજા પર રાહ જોતો હોય છે. જ્યારે શખ્સ કૂતરાની નજીક આવે છે ત્યારે કૂતરો પોતાનો પંજો શખ્સની આગળ કરે છે. ત્યાર બાદ એ વ્યક્તિ પણ કૂતરાના પંજા પર કિસ કરે છે. ત્યાર બાદ કૂતરો એ વ્યક્તિને પ્રેમથી ભેટી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો ખૂબ પસંદ કરી વખાણી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન