dog playing ball with statue video gone viral in internet
  • Home
  • Featured
  • કૂતરાની નિર્દોષતા ઈન્ટરનેટને મોહી ગઈ, મુર્તિ સાથેનો VIDEO જોઈ લોકો બોલ્યાં-‘સો ક્યૂટ’

કૂતરાની નિર્દોષતા ઈન્ટરનેટને મોહી ગઈ, મુર્તિ સાથેનો VIDEO જોઈ લોકો બોલ્યાં-‘સો ક્યૂટ’

 | 9:29 pm IST

આજકાલ સોશિયલ મીડિયા પર કૂતરાના વીડિયો વધારે વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં કૂતરો સ્ટેચ્યુ સાથે બોલથી રમવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયોમાં તમે એક સુંદર કૂતરો જોશો કે જે બોલથી રમી રહ્યો છે, પછી બોલ સ્ટેચ્યૂના પગની નજીક નાંખે છે. પરંતુ કોઈ પ્રતિક્રિયા ન આવવાથી તે નજર ફેરવવાનું શરૂ કરે છે. છતાં પણ કોઈ જ રિએક્શન નથી આવતું.

કૂતરો જાણે કે સ્ટેચ્યૂને ઈશારામાં પૂછે છે કે ‘તમે મારી સાથે બોલથી કેમ રમવા માંગતા નથી’. આ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે કૂતરો મૂર્તિની આસપાસ ફરી રહ્યો છે અને વારાફરતી બોલથી રમવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ સફળ નથી રહેતો. આ વીડિયો આઈએસ અધિકારી સુપ્રિયા સાહુએ તેના ટ્વિટર પર શેર કર્યો છે. શેર કરતી વખતે તેણે લખ્યું કે, તમે કેમ બોલથી મારી સાથે રમતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન