Dog Saved Goal In a Football Match
  • Home
  • Featured
  • કૂતરાએ ભજવી ગૉલકીપરની ભૂમિકા, ટાઇમિંગ જોઇને તમે પણ ચોંકી જશો

કૂતરાએ ભજવી ગૉલકીપરની ભૂમિકા, ટાઇમિંગ જોઇને તમે પણ ચોંકી જશો

 | 12:53 pm IST

આર્જેન્ટિનામાં એક ક્લબ ફૂટબૉલ મેચ ચાલી રહી હતી, જેમાં કંઇક એવું થયું કે જેણે સૌને ચોંકાવી દીધા હતા. આ મેચમાં વચ્ચે આવીને એક કૂતરાએ શાનદાર રીતે ગોલ બચાવ્યો હતો. Juventud Unida de Gualeguaychú અને Defensores de Belgrano de Villa Ramallo વચ્ચેની મેચ ચાલી રહી હતી. 3-0થી જુવેંટુડ આગળ હતી. જેવો જ ફૂટબૉલરે ગૉલ માટે શૉટ માર્યો તો સામે અચાનક એક કૂતરું આવી ગયુ હતુ અને તેણે ગોલ બચાવી લીધો હતો.

ઘરેલૂ ટીમ 3 ગૉલ ફટકારીને આગળ ચાલી રહી હતી. ગૉલ માટે ફટકારવામાં આવેલો બૉલ ગૉલ થવા જ જઈ રહ્યો હતો કે સામે કૂતરું આવી ગયું હતુ અને ગૉલ થતા બચી ગયો હતો. લોકો આ કૂતરાની ટાઇમિંગની તારીફ કરી રહ્યા છે. આ વિડીયો દૂનિયાભરમાં શેર થઈ રહ્યો છે. તો બીજી તરફ એક અન્ય વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં પિતા પોતાના બાળકને એક ગૉલ બચાવવા માટે ધક્કો મારી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન