Dog Singing a Ranu Mandalnu song video viral in social media
  • Home
  • Featured
  • VIDEO: ફરીથી તેરી-મેરી ગીતની ધમાલ, આ વખતે ગાયકને જોઇ તમે આશ્વર્યમાં મુકાઇ જશો !

VIDEO: ફરીથી તેરી-મેરી ગીતની ધમાલ, આ વખતે ગાયકને જોઇ તમે આશ્વર્યમાં મુકાઇ જશો !

 | 5:40 pm IST

ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરનું રાનૂ મંડલ અને હિમેશ રેશમિયાનું ગીત તેરી મેરી કહાની બધાને યાદ જ હશે. કારણ કે એ સમયે સોશિયલ મીડિયા પર માત્ર એની જ ચર્ચા હતી. આ ગીત અજીબ કારણથી ફરીથી વાયરલ થયું છે. આ વખતે ફેસબુક પર આ વીડિયો વાયરલ થયો છે. લોકોને આ ગીત પસંદ પણ આવી રહ્યું છે.

ગીત ગાતો અને હારમોનિયમ વગાડતાં એક માણસનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. પરંતુ વાયરલ થવાનું કારણ આ માણસ નથી. વીડિયોમાં જોશો તો ખબર પડશે કે, માણસ સાથે એક કૂતરો પણ ગીત ગાઇ રહ્યો છે. કૂતરાએ આ માણસ સાથે તેરી મેરી ગીત ગાઇને લોકોને વીડિયો જોવા મજબુર કરી દીધા છે. ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, અર્લી મોર્નિંગ રિયાઝ. સાંભળી શકાય છે કે કૂતરો પણ માણસ સાથે ગીત ગાઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો કૂતરાના વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન