Dog steals ball during Irish cricket match in adorable viral video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • લાઈવ ક્રિકેટ મેચમાં દોડી આવ્યું કૂતરું, ફીલ્ડર્સ પાસેથી બોલ ઝૂંટવીને મેદાનમાં આમ-તેમ દોડવા લાગ્યું

લાઈવ ક્રિકેટ મેચમાં દોડી આવ્યું કૂતરું, ફીલ્ડર્સ પાસેથી બોલ ઝૂંટવીને મેદાનમાં આમ-તેમ દોડવા લાગ્યું

 | 12:55 pm IST
  • Share

આયર્લેન્ડમાં મહિલા ક્રિકેટ મેચ દરમિયાન એક એવી ઘટના બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ડોગી ફિલ્ડિંગ કરતું જોવા મળે છે. મેદાન પર દોડતી વખતે ડોગીએ મોઢામાં બોલ લીધો અને દોડવા લાગ્યો. બોલ મેળવવાની કોશિશમાં ફિલ્ડરો પણ તેની પાછળ દોડવા લાગ્યા. પરંતુ ડોગી તેના કરતા ઝડપી હતું. શરૂઆતમાં તે થોડો સમય મેદાનમાં દોડતો રહ્યો, પછી નોન-સ્ટ્રાઇકિંગ છેડે બેટ્સમેન પાસે પાછો ગયો. બેટ્સવુમન બોલને ડોગી પાસેથી લઈ લીધો. આ પછી ડોગીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. આ દરમિયાન ખેલાડીઓ અને કોમેન્ટેટર પણ હસતા જોવા મળ્યા હતા.

આ વીડિયો આયર્લેન્ડની ઓલ આયર્લેન્ડ મહિલા T20 કપની સેમીફાઇનલનો છે. આ મેચ બ્રેડી ક્રિકેટ ક્લબ અને સિવિલ સર્વિસ નોર્થ આયર્લેન્ડ ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઈ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન