કૂતરાની સંવેદના વ્યક્ત કરતો આ Video જોઈ તમારી આંખમાંથી આંસુ છલકાઈ જશે - Sandesh
  • Home
  • Videos
  • કૂતરાની સંવેદના વ્યક્ત કરતો આ Video જોઈ તમારી આંખમાંથી આંસુ છલકાઈ જશે

કૂતરાની સંવેદના વ્યક્ત કરતો આ Video જોઈ તમારી આંખમાંથી આંસુ છલકાઈ જશે

 | 4:53 pm IST

પ્રાણીઓને પણ પરિવાર હોય છે મિત્રો હોય છે અને તેનામાં પણ ભારોભાર સંવેદના હોય છે. આ વીડિયો એ જ સંવેદનાને વ્યક્ત કરે છે. કોઇની ભૂલ અને બેદરકારીભર્યા ડ્રાયવીંગના કારણે આ કુતરાને ટક્કર લાગી અને સ્થળ પર જ તેમનું મોત થયું હતું. આ ઘટના તેમના મિત્ર માટે આધાત સમાન હતી. જેના કારણે તેના જીવનમાં શુન્યાવકાશ સર્જાયો.

તે તેના મિત્રને ઉઠાડવા માટે હજાર કોશીશ કરે છે તેને વ્હાલ કરે છે. એટલું જ નહીં રોડ પરથી પસાર થતી ગાડીઓ પાસેથી મદદની અપેક્ષા પણ રાખે છે, પરંતુ જ્યારે તેમને સમજાય છે કે આ બધુ બેકાર છે ત્યારે તે તેમના મિત્રને રોડ પરથી સાઇડમાં સલામત સ્થળે ખેંચી લઇ જાય છે.

આ વીડિયો જોતા એ વાત સુપેરે સમજાય છે કે આપણે ડ્રાઇવીંગ વખતે સાવધાની રાખવી જોઇએ. જેથી આપણી ભૂલનું પરિણામ કોઈ મુંગા જીવનો ભોગ ન લઈ લે.