dog watching match on tv see viral video dont miss
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video : ટીવી પર મેચ જોતા શ્વાન ભૂલ્યો ભાન, સોફા પરથી એવો ઉછળ્યો આવ્યો સીધો ધડામ

Video : ટીવી પર મેચ જોતા શ્વાન ભૂલ્યો ભાન, સોફા પરથી એવો ઉછળ્યો આવ્યો સીધો ધડામ

 | 10:49 am IST

આપણાં બધાં સાથે એવુ થાય કે ટેલિવિઝન પર રમત જોતી વખતે આપણે એટલા તલ્લીન થઇ જઇએ કે આપણને આસપાસનું કોઇ ભાન જ ન રહે. રમતના મેદાન પર ખેલાડીઓ ઉછળે કુદે સાથે આપણે પણ ઉછળી પડતા હોઇએ છીએ. સ્ટેડિયમમાં કંઇ થાય તો આપણે ઘરમાં ચીસો પાડવા લાગીએ છીએ. આતો થઈ માણસોની વાત પણ પ્રાણીઓ સાથે પણ આવુ થાય છે આ વીડિયો પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી રેક્સ ચેપમેન દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં તમે જુઓ એક શ્વાન તેના માલિક સાથે ખુબજ રસથી ટીવી જોઇ રહ્યો છે અચાનક તેને તાન ચડતા સોપા પર ઉછળે છે અને ગબડી પડે છે. આ જોઇને તેની બાજુમાં બેઠેલી મહિલા હસી પડે છે.

રેક્સ ચેપમેને આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યુ કે આપણે તમામ હાલ સ્પોર્ટ્સને ખુબજ મીસ કરીએ છીએ. પણ એટલો નહી જેટલો આ શ્વાન કરી રહ્યો છે.

આ વીડિયો ટ્વીટર પર 31 જુલાઇએ શેર કરવામાં આવ્યો છે આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધારે વ્યૂ મળી ચુક્યા છે. 13 હજારથી વધારે લાઇક્સ અને 3 હજારથી વધારે રિ-ટ્વીટ અને કમેટ્સ આવી ગયા છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર હરભજન સિંહે આ મજેદાર વીડિયો શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન