Video: Dog’s dramatic reaction when owner tries to trim its nails goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • સુંદર યુવતીને કુતરાએ જોરદાર મામુ રમાડી, કરોડો લોકોએ હોંશે હોંશે વીડિયો જોઈ આનંદ લીધો

સુંદર યુવતીને કુતરાએ જોરદાર મામુ રમાડી, કરોડો લોકોએ હોંશે હોંશે વીડિયો જોઈ આનંદ લીધો

 | 4:23 pm IST

એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સુંદર છોકરીને કૂતરુ કઈ રીતે મામુ રમાડે એ ઘટના બતાવી છે. આ વીડિયો હાલમાં ખુલ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો જોઈને મજા લઈ રહ્યા છે.

જ્યારે યુવતી એક કૂતરાના નખ કાપવા માટે તેનો પગ હાથમાં લે છે તો નોટંકી કુતરો મૂર્છિત હોવાનો ઢોંગ કરતો કરતો નીચે પડી જાય છે અને કંઈ બોલતો નથી. આ વીડિયો વિશ્વભરના લોકો જોઈ રહ્યા છે અને હસી રહ્યા છે. ટ્વિટર પર વાયરલ થયેલા વીડિયોમાં કૂતરો ઢોંગ કરીને જમીન પર પડતો દેખાઈ રહ્યો છે.

કૂતરો “મૃત” હોવાનો ડોળ કરે છે અને આ અંગે કૂતરાના માલિકે તેમના પોતાના અનુભવો શેર કર્યા હતા. આ ટૂંકી ક્લિપ ઓનલાઈન વાયરલ કરતાં એક ટ્વિટર વપરાશકર્તાએ લખ્યું કે”શ્રેષ્ઠ નાટકીય પ્રદર્શન માટેનો એકેડેમી એવોર્ડ આ કૂતરાનાં નામે જાય છે …”

6 મિલિયનથી વધુ લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે. તેમજ હજારો રમૂજી ટિપ્પણીઓ સાથે વિડિઓને 1.3 લાખથી વધુ વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે અને કરોડો લોકોને આનંદ થયો છે. તો જુઓ તમે પણ આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન