કેવી રીતે કરવું મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ, જાણો એક કિલક પર - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કેવી રીતે કરવું મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ, જાણો એક કિલક પર

કેવી રીતે કરવું મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ, જાણો એક કિલક પર

 | 4:52 pm IST

ગત વર્ષે અનેક રોકાણકારોએ મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો રસ દાખવ્યો હતો. જો યોગ્ય ફંડ્સ પસંદ કર્યા હોય તો જ મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ પર સારું રિટર્ન મળતું હોય છે. જો મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો તમારે કયાં ડૉક્યુમેન્ટ્સની જરૂરત પડશે અને રોકાણ માટે કઇ સ્કિમ પસંદ કરવી જોઇએં તે જાણવું જરૂરી છે.

મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે કેવાઇસી ફોર્મ ભરવું પડશે. કેવાઇસી ફોર્મ ઓનલાઇન પણ ભરી શકો છે. ફોર્મની સાથે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અને એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, લાઇટનું બિલ કે પછી બેન્ક સ્ટેટમેન્ટની કૉપી આપવાની રહેશે.

પોતાના માટે રોકાણકારો એસેટ અલોકેશન પ્લાન પણ બનાવી શકે છે, જે તમને માર્ગદર્શન આપશે કે તમારે ઇક્વિટી કે ગોલ્ડમાંથી કઇ એસેટ ક્લાસમાં કેટલું રોકાણ કરવું જોઇએં. જો તમે ત્રણ વર્ષથી પણ ઓછા સમય માટે રોકાણ કરવા માગતા હોવ તો ડેટ આધારિત ફંડ્સ અથવા આર્બિટ્રાજ ફંડ્સ પસંદ કરવા.

બાદમાં તમારે રજિસ્ટ્રાર કે પછી મ્યૂચ્યુઅલ ફંડ ઑફિસમાં પહેલું ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ જમા કરાવવું પડશે. મ્યૂચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં અમુક મ્યૂચ્યુઅલ ફંડ વેબસાઇટ્સ કે ડિસ્ટ્રીબ્યૂટર્સ પોતાના પ્લેટફોર્મ પર ઇ-કેવાઇસી પણ કરતા હોય છે.

ત્રણથી પાંચ વર્ષ માટે હાઇબ્રિડ ફંડ્સ સારા હોય છે, જેમાં ડેટ્સ અને ઇક્વિટીના ફંડ્સ મિક્સ હોય છે. જો તમારો લક્ષ્ય 5-7 વર્ષનો હોય તો ઇક્વિટી ઓરિયેન્ટેડ મ્યૂચ્યુઅલ ફંડ્સ જેવા વધુ જોખમવાળા ફંડ્સ વિશે વિચાર કરી શકો.

પહેલી વખત રોકાણ કરતા રોકાણકારોએ પોતાનું લક્ષ્ય, જોખમ ક્ષમતા અને રોકાણ રાશીને ધ્યાનમાં રાખીને જ મ્યૂચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરવી જોઇએ. તમે કોઇ ફાઇનાન્સિયલ પ્લાનર કે પછી ડિસ્ટ્રીબ્યૂટરની મદદ પણ લઇ શકો છે.