ડોલર-રૂપીની ચાલ અને બાયબેક ગેમ IT ક્ષેત્રે ઝડપી મૂવમેન્ટ લાવશે – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ડોલર-રૂપીની ચાલ અને બાયબેક ગેમ IT ક્ષેત્રે ઝડપી મૂવમેન્ટ લાવશે

ડોલર-રૂપીની ચાલ અને બાયબેક ગેમ IT ક્ષેત્રે ઝડપી મૂવમેન્ટ લાવશે

 | 6:06 am IST

સેક્ટર વોચઃ  આશુતોષ દેસાઇ

સામાન્ય રીતે ભારતીય ચલણ એટલે કે રૂપિયો અને તેની સામે ડોલરની મૂવમેન્ટ સૌથી વધુ આઈ.ટી. ક્ષેત્રની કંપનીઓ અને એક્સ્પોર્ટ ઓરિએન્ટેડ કંપનીઓને અસરકર્તા સાબિત થતી હોય છે. આથી જ આ ક્ષેત્રોના શેરોમાં પણ જ્યારે જ્યારે રૂપિયા અને ડોલરની મૂવમેન્ટમાં ગતિ આવે ત્યારે ત્યારે વધુ હિલચાલ જોવા મળતી હોય છે. છેલ્લા થોડા સમયગાળા દરમિયાન આ સંદર્ભે આપણો રૂપિયો ડોલર સામે વધુ ને વધુ મજબૂતી દેખાડી રહ્યો છે જેને કારણે ફરી એક વાર આઈ.ટી. ક્ષેત્રના શેરો લાઈમલાઈટમાં આવ્યા છે.

હવે એક સામાન્ય ગણતરી અનુસાર રૂપિયામાં ૧% સુધીની મૂવમેન્ટ આઈ.ટી. ક્ષેત્રની કંપનીઓના EBIT માર્જિનમાં ૨૦થી ૩૫% જેટલી અસરકર્તા સાબિત થાય છે. જેને કારણે પ્રથમ દૃષ્ટિએ જોઈએ તો રૂપિયામાં જોવા મળી રહેલી મજબૂતી આઈ.ટી. કંપનીઓ માટે નકારાત્મક પરિબળ ગણાવી શકાય, પરંતુ આ એક જ બાબત લક્ષ્યમાં રાખી તેમાં વેચાણ હાથ ધરતા પહેલાં કેટલીક બીજી બાબતો જાણી અને સમજી લેવી જરૂરી છે. સૌથી પહેલી વાત તો એ કે, આ પ્રકારની મોટા ભાગની આઈ.ટી. કંપનીઓ જેમનું યુ.એસ.માં એક્સ્પોઝર વધુ હોય છે તે કંપનીઓ ૨થી લઈને ૬ ક્વાર્ટર સુધીના સમયગાળાને ધ્યાનમાં રાખી તેમની ૭૦થી ૯૦% જેટલી ફાઈનાન્સિયલ પોઝિશન ડાલર સામે હેજ કરીને રાખતી હોય છે.

બીજું, ફ્રન્ટલાઈન આઈ.ટી. કંપનીઓની બેલેન્સશીટ પર નજર કરીએ તો તેમની નેટ કેશ ઓન હેન્ડ સામે માર્કેટ કેપિટલાઈઝેશનના આંકડા ચકાસતા નજીકના ભવિષ્ય વિશે વધુ ક્લેરિટી મળશે. જેમ કે ટીસીએસની કેશ ઓન હેન્ડ ૪.૩૧ મિલિયન જેટલી છે જેની સામે તેનો માર્કેટ કેપ ૮.૩૮ મિલિયન જેટલો (૫૧.૫%) છે. તે જ રીતે ઈન્ફ્રી, વિપ્રો, એચસીએલટી અને ટેક મહિન્દ્રાની કેશ ઓન હેન્ડ અનુક્રમે ૩.૫૬ મિલિયન, ૩.૩૬ મિલિયન, ૧.૨૮ મિલિયન અને ૦.૪૯ મિલિયન જેટલી છે. જેની સામે તેમનો માર્કેટ કેપ અનુક્રમે ૬.૫૫ મિલિયન (૫૪.૫%), ૫.૦૮ મિલિયન (૬૬.૧%), ૩.૦૯ મિલિયન (૪૧.૫%) અને ૧.૬૨ મિલિયન (૩૦.૪%) જેટલો છે. હવે આ આંકડાઓ સૂચવે છે કે, આ બધી જ આઈ.ટી. કંપનીઓ કેશ રિચ કંપની તરીકે ગણાવી શકાય ખરી.

તો ડોલર સામે રૂપિયાની મજબૂતી અને યુ.એસ.માં વિઝા પોલિસી સંદર્ભે જે ફેરફારના આસાર વર્તાઈ રહ્યા છે તેની સામે આ બધી જ કંપનીઓ ઈઁજીમાં ગ્રોથ જાળવી રાખવા માટે શું કરી શકે ? સૌથી પહેલો અને આસાન વિકલ્પ છે બાયબેક. આથી આ કંપનીઓ હાલ બાયબેકનો એક વિકલ્પ અપનાવી રહી છે. જેમ કે એચસીએલટી હાલ ૨૦મી માર્ચના રોજ એટલે કે આજે પોતાની બાયબેક ઓફર લઈને આવી રહી છે. આ એક પગલાંને કારણે આ આઈ.ટી. કંપનીઓનો ડબલ ડિજિટ ગ્રોથ જળવાઈ રહેશે તેવી આશા છે છતાં એ વાત નકારી શકાય નહીં કે, નાણાકીય વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬માં આ કંપનીઓનો જે ગ્રોથ હતો તેની સામે હાલનો ગ્રોથ ઓછો છે, પરંતુ સાથે જ એક સૌથી મોટો ફેરફાર આ સંદર્ભે એ થયો છે કે, હાલ પૂરતું યુ.એસ. દ્વારા તેની નવી વિઝા પોલિસીના મામલાને એક વર્ષ પાછળ ઠેલવામાં આવ્યું છે. જે આ કંપનીઓ માટે ટૂંકા ગાળામાં સકારાત્મક પગલું ગણાવી શકાય.

પરંતુ ટ્રેડર્સના સંદર્ભે વાત કરીએ તો ટ્રેડર્સોએ હાલ એવી આઈ.ટી. કંપની પર વધુ ધ્યાન આપવું જોઈએ જેમનું ફોકસ અને બિઝનેસ ભારતમાં વધુ ફેલાયેલો છે. જેમ કે મિડકેપ આઈ.ટી. કંપનીમાં આવી કંપનીઓ સોનાટા સોફ્ટવેર, આરએસ સોફ્ટવેરને ગણાવી શકાય.

તો બીજી તરફ ફ્રન્ટલાઈન કંપનીઓમાં બાયબેક ઓફરને કારણે એચસીએલટી અને ઈન્ફોસિસ (જેમનું ૬૫% બિઝનેસ ફોકસ યુ.એસ. છે) તેવી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું ફાયદાકારક પુરવાર થઈ શકે. તો વળી બીજી તરફ કેટલીક મિડકેપ કંપનીઓ પણ હાલના તબક્કે આકર્ષક જણાઈ રહી છે જેમાં પરસિસટન્ટ સિસ્ટમ, સિયેન્ટ તથા તાતા એલ્કેસી જેવી કંપનીઓ છે જેમાં ખરીદીના સોદા હાથ ધરી શકાય.