ડોલ્ફિનમાં સીટી વગાડવાની કલા હોય છે - Sandesh
  • Home
  • Kids Corner
  • ડોલ્ફિનમાં સીટી વગાડવાની કલા હોય છે

ડોલ્ફિનમાં સીટી વગાડવાની કલા હોય છે

 | 12:17 am IST

ડોલ્ફિન પાણીમાં રહેનારું સસ્તન પ્રાણી છે. એ તો તમે સૌ જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે તેની ૧૭ જાતિ અને ૪૦ પ્રજાતિ છે. ડોલ્ફિન એક બુદ્ધિશાળી પ્રાણી છે આ સાથે તે મિત્રતાભર્યો સંબંધ ધરાવે છે. તે એક માંસાહારી પ્રાણી છે, નાની માછલીઓ અને જંગલી વનસ્પતિ આરોગે છે. ડોલ્ફિનમાં સીટી વગાડવાની કલા હોય છે અને તે વાતો પણ કરી શકે છે. તે માણસોના અવાજને ઓળખી શકે છે. ડોલ્ફિન પરગજુ સ્વભાવની હોય છે. તેઓ માનવીઓને મદદ કરવા માટે જાણીતી છે. તેઓ જૂથમાં રહે છે અને એકબીજાની મદદ કરવા માટે જાણીતી છે. આ ઉપરાંત તે રમતિયાળ પ્રાણી છે. ડોલ્ફિન જ્યારે સૂતી હોય છે. ત્યારે પણ તેની એક બાજુનું મગજ સક્રિય હોય છે. જે તેમને આંખો ખૂલી રાખવામાં અને શિકારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન