દીવ ફરવા જવાના હોવ, તો આ નવા અપડેટ જરૂર વાંચીને જજો - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.0850 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • દીવ ફરવા જવાના હોવ, તો આ નવા અપડેટ જરૂર વાંચીને જજો

દીવ ફરવા જવાના હોવ, તો આ નવા અપડેટ જરૂર વાંચીને જજો

 | 3:47 pm IST

કેન્દ્રશાસિત દીવમા ડોલ્ફીન માછલીનો પણ અદભૂત નજારો જોવા મળે છે. ઘણા ટુરિસ્ટ્સ આ બાબતથી અજાણ છે, પરંતુ આ હકીકત છે. વેકેશનની રજામાં ગુજરાતીઓ દીવના દરિયા કિનારે અચૂક ફરવા આવે છે. દીવના દરિયામા ડોલફીન મછલીનો નજારો પણ ટુરિસ્ટ્સને જોવા મળે છે, જેનાથી ઘણા ટુરિસ્ટ્સ અજાણ છે. પરંતુ આ હકીકત છે.

દીવના ઘોઘલા બીચ પરથી વહેલી સવારે સ્પીડબોટમા કિનારાથી અંદાજીત 2થી3 કિમી અંદર ટુરિસ્ટ્સને લઇ જવામાં આવે છે, જે જોવા માટે ટુરિસ્ટ્સને લાઇફ જેકેટ પહેરાવવામા આવે છે. દરિયાની થોડે જ અંદર જતા ડોલ્ફીન મછલીનો અદભૂત નજારો દુરથી જ જોવા મળે છે.

દીવમા ઘોઘલા બીચ પર મુસાફરો માટે ડોલ્ફીન ટ્રીપની વ્યવસ્થા કરવામા આવી છે. જેના માટે ટુરિસ્ટ્સે બુકિંગ કરાવવુ ફરજિયાત છે. સૂર્યોદય સમયે એટલે કે 6:30 વાગ્યા આસપાસ ઘોઘલા બીચથી સ્પીડબોટ મારફત પૂરી સુરક્ષા સાથે ટુરિસ્ટ્સેને લઇ જવામાં આવે છે.