વલસાડના દરિયા કિનારે આવી ચઢ્યા અણધાર્યા મહેમાન, Video - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0950 -0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • વલસાડના દરિયા કિનારે આવી ચઢ્યા અણધાર્યા મહેમાન, Video

વલસાડના દરિયા કિનારે આવી ચઢ્યા અણધાર્યા મહેમાન, Video

 | 2:00 pm IST

વલસાડ નજીકના કોસંબા ગામના દીવાદાંડા ફળિયાના દરિયા કિનારા પર ગુરુવારે ડોલ્ફીન માછલીનું ઝુંડ આવી પહોંચ્યુ હતું. કિનારા પર મચ્છી પકડવા નંખાયેલી જાળમાં ઘેરાઇ ગયેલી ૨ મોટી અને ૧ નાની ડોલ્ફીન માછલીઓને પ્રત્યક્ષ જોતા જ, ત્યાં હાજર લોકો રોમાંચિત થઇ ગયાં હતાં. લોકોએ ડોલ્ફીન સાથે ફોટા પડાવ્યા હતાં તો ડોલ્ફીન માછલી પણ તેનો રમતિયાળ સ્વભાવ દર્શાવ્યો હતો.

કોસંબા દીવાદાંડી દરિયા કિનારે ગુરુવારે કેટલાક માછીમાર યુવાનો રાબેતા મુજબ મચ્છી પકડવા જાળ નાંખીને બેઠાં હતાં. તે સમયે અચાનક જાળમાં જોરદાર હલચલ દેખાતા, માછીમારોએ કુતુહલવશ જાળને ઉંચકીને જોતા, બે મોટી અને ૧ નાની ડોલ્ફીન માછલી નજરે પડી હતી. દુર્લભ કહીં શકાય તેવી ડોલ્ફીન માછલીને નજરોનજર જોતા જ માછીમાર યુવાનો ખુશખુશાલ થઇ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ, નજીકમાં રહેતી મહિલાઓ અને બાળકો પણ કિનારા પર દોડી ગયાં હતાં.

વિશાલ ટંડેલ નામના યુવાનના જણાવ્યાનુસાર, સામાન્ય રીતે ડોલ્ફીન માછલી દરિયાની મધ્યમાં, પાણી વધારે હોય ત્યાં જ વિચરતી હોય છે. પરંતુ માછલી તેના ખોરાક માટે ગુરુવારે કિનારા નજીક પહોંચી ગયા બાદ માછીમારોની જાળમાં ઘેરાઇ ગઇ હતી. લોકોએ તે ડોલ્ફીન સાથે ખૂબ જ મજા માણી હતી. કેટલાક યુવાનોએ ડોલ્ફીનને બાથમાં લઇ ફોટો પડાવ્યો હતો. ડોલ્ફીન પણ કિનારા પર ઉંચે ઉછળવા માંડતા, રોમાંચક નજારો જોવા મળ્યો હતો. જો કે, કિનારા પર પાણી ઓછુ હોય, ડોલ્ફીનનું મૃત્યુ થવાની શક્યતા હતી. જેથી વિશાલ ટંડેલ તથા તેના મામા ગોવિંદભાઇ ટંડેલએ ત્રણેય ડોલ્ફીન માછલીને દોરડાથી બાંધીને મહામહેનતે દરિયાની મધ્યમાં ખેંચી લઇ જતા, ડોલ્ફીનનો જીવ બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ડોલ્ફીન માછલી દીવાદાંડીના દરિયા કિનારા પર પ્રથમ વખત જ નજરે પડી હતી. પંરતુ ગયા વર્ષે અહીં વ્હેલ માછલીનું બચ્ચુ તણાઇ આવ્યુ હતું. તેને પણ દરિયામાં છોડીને આવ્યા હતાં.