domestic-flight-tickets-international-air-passengers-booking-airasia-offers
  • Home
  • Business
  • ફક્ત 999 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી આ એરલાઈન્સ લાવ્યુ છે ખાસ ઓફર

ફક્ત 999 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી આ એરલાઈન્સ લાવ્યુ છે ખાસ ઓફર

 | 2:46 pm IST

શું તમે આ શિયાળામાં ક્યાંય ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ ખાસ ઓફર છે તમારા માટે. આ ઓફર એરલાઈન કંપની AirAsia તરફથી આપવામાં આવી રહી છે. આ અંતર્ગત તમે ફક્ત 999 રૂપિયામાં હવાઈ સફરનો આનંદ ઉઠાવી શકો છો.

એરએશિયા ફેસ્ટીવલ સેલમાં આ ઓફર લાવી રહ્યુ છે. આ ઓફરમાં કંપની ફક્ત 999 રૂપિયામાં હવાઈ મુસાફરીનો આનંદ ઉઠાવી શકો છો. આ ઓફર 7 જાન્યુઆરીથી શરૂ થઈ ચુકી છે અને 20 જાન્યુઆરી સુધી ટિકીટ બુક કરાવી શકશો તેમજ યાત્રા 21 જાન્યુઆરીથી જુલાઈ 2019 સુધી કરી શકશો.

કોને કોને મળશે ફાયદો?

આ ઓફર AirAsiaની ઓફિશિયલ વેબસાઈટ અને AirAsia મોબાઈલ એપ પરથી બુક કરવામાં આવેલ તમામ ટિકિટ પર લાગૂ થશે. એર એશિયા બિગ મેબર્સ પણ પોતાનો એર એશિયા બિગ પોઈન્ટ્સનો ઉપયોગ કરી શકશે. આપને જણાવી દઈએ કે 999 રૂપિયાના શરૂઆતી ભાડામાં ઘરેલુ ફ્લાઈટ્સ માટે લાગુ થશે. આંતર રાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ભાડુ 2999 રૂપિયાથી શરૂ થશે.

આ સેલમા ભારતમાં એરએશિયાની સર્વિસ છે તે 19 જગ્યાઓ પર ટિકીટ લાગૂ થશે. જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, કોલકત્તા, હૈદરાબાદ, શ્રી નગર, કોચ્ચી, ગોવા, જયપુર, ગુવાહાટી, ઈમ્ફાલ, ચંડીગઢ, પુના, વિશાખાપટ્ટનમ, બાગડોગરા, રાંચી, ભુવનેશ્વર, ઈંદોર અને ચેન્નઈ છે.

તો ઓસ્ટ્રેલિયા, એશિયા અને તેની બહારની 130થી વધુ જગ્યાઓ કવર થશે. જેમાં કુઆલમ્પુર, બેન્કોક, ક્રેબી, સિડની, ઓકલેન્ડ, મેલબર્ન, સિંગાપુર અને બાલીનો સમાવેશ થાય છે. આ ઓફરની વિસ્તૃત જાણકારી તમને કંપનીની વેબસાઈટ પર મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન