Domestic flights will fly with 100 percent capacity from October 18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આ તારીખથી ઘરેલું ફ્લાઇટ 100% ક્ષમતા સાથે ઉડાન ભરશે

આ તારીખથી ઘરેલું ફ્લાઇટ 100% ક્ષમતા સાથે ઉડાન ભરશે

 | 5:16 pm IST
  • Share

  • એર ટ્રાવેલમાં ડિમાન્ડ આવતા લેવાયો નિર્ણય
  • બીજી લહેરમાં ફરીવાર ક્ષમતા ઘટાડવામાં આવી હતી
  • ફ્લાઈટ કેપેસિટી કેપિંગની વ્યવસ્થા મે 2020માં લાગુ કરવામાં આવી હતી

કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. જો તમને પણ દિવાળીના તહેવારો પર વતનમાં જવા માટે ફ્લાઈટની ટિકિટ ન મળી રહી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંઘલવારે ડોમેસ્ટિક ફ્લાઈટને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોનાના સમયગાળામાં લાંબા સમયથી 85 ટકા કેપિસિટી સાથે ઉજાન ભરતી ફ્લાઈટ હવે 18 ઓક્ટોબરથી 100 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે.

મંત્રાલયે પરિપત્ર જારી કર્યો

મંત્રાલયે આ અંગે એક પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્ર અનુસાર હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં બેઠક ક્ષમતા પર લગાવવામાં આવેલ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. એટલે કે હવે યાત્રીઓ પહેલાની જેમ પૂરી સીટ પર યાત્રા કરી શકશે. ફેસ્ટિવલ સિઝનના ઠીક પહેલા કરવામાં આવેલી આ જાહેરાતથી એરલાઈન્સને ફાયદો થશે અને યાત્રીઓને સારી સુવિધા મળશે.

બે મહિના સુધી બંધ રહી હતી ફ્લાઈટ

નોંધનિય છે કે કોરોના લોકડાઉનના કારણે બે મહિના સુધી બંધ રહેનાર ઘરેલુ ફ્લાઈટને 25 મેના રોજ ફરીથી શરૂ કરવામાં આવી હતી. જો કે, એરલાઈન્સને આ દરમિયાન ઉડાન માટે ઘણા પ્રતિબંધોનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે જેમ જેમ કોરોનાના કેસમાં ઘટાડો થયો ગયો તેમ તેમ સરકાર તેમા રાહત આપતી ગઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો