ઘરઆંગણે જાન્યુ.થી અત્યાર સુધીમાં સોનાનાં ભાવમાં ૭૦૦૦નો ઉછાળો - Sandesh
  • Home
  • Business
  • ઘરઆંગણે જાન્યુ.થી અત્યાર સુધીમાં સોનાનાં ભાવમાં ૭૦૦૦નો ઉછાળો

ઘરઆંગણે જાન્યુ.થી અત્યાર સુધીમાં સોનાનાં ભાવમાં ૭૦૦૦નો ઉછાળો

 | 1:07 am IST

કોરોના કોહરામ વચ્ચે દેશનાં સોનાચાંદી બજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે. કિંમતી ધાતુઓમાં મોટાપાયે ખરીદીને કારણે સોનાં ચાંદીનાં ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાનાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦૦૦નો ઉછાળો આવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૦માં સોનાનો ભાવ રૂ. ૪૧૦૦૦ હતો જે ૧૭મી મેનાં રોજ વધીને રૂ. ૪૭૮૬૧ થયો હતો. આ મહિનાનાં અંત સુધીમાં સોનાનાં ભાવ વધીને રૂ. ૫૦,૦૦૦ સુધી પહોંચવાની સંભાવના છે.

લોકડાઉનમાં સોનામાં કેટલાક નવા રેકોર્ડ બન્યા પણ ખરા અને તૂટયા પણ ખરા

લોકડાઉનમાં સોનાએ કેટલાક નવા રેકોર્ડ બનાવ્યા હતા તો કેટલાક રેકોર્ડ તૂટયા હતા. સોનું પહેલી વખત ૯ એપ્રિલે રૂ. ૪૫૨૦૧ની નવી ટોચે પહોંચ્યું હતું. જો કે ૪ દિવસ પછી જ આ રેકોર્ડ તૂટયો હતો અને ૧૩ એપ્રિલે સોનાએ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬૦૩૪ની નવી ઉંચી સપાટી બનાવી હતી. સોનાની આ ઓલટાઈમ હાઈ સપાટી હતી.  જો કે ૧૫ એપ્રિલે નવો રેકોર્ડ પણ તૂટયો હતો અને રૂ. ૪૬૫૩૪ની નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી. બીજા જ દિવસે એટલે કે ૧૬ એપ્રિલે સોનું રૂ. ૪૬૯૨૮નાં નવા સ્તરે ગયું હતું. આ પછી સોનામાં થોડી વધઘટ ચાલુ રહી હતી અને ૧૫મી મેનાં રોજ સોનું ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૦૬૭ની નવી વિક્રમજનક સપાટીએ ગયું હતું. ૧૭મી મેનાં રોજ સોનાએ વધુ એક નવો કિર્તીમાન સ્થાપ્યો હતો અને રૂ. ૪૭૮૬૧નાં સ્તરે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.

૨૫ મેથી ૧૪ એપ્રિલ સુધીનાં લોકડાઉનનાં પહેલા તબક્કામાં ૨૪ કેરેટ સોનાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૬૧૦ વધ્યા હતા. ૧૪ એપ્રિલથી ૩ મેનાં બીજા તબક્કામાં સોનાની ચમક ફીકી રહી હતી, સોનું ૧૦ ગ્રામદીઠ ફક્ત રૂ. ૧૨૧ વધ્યું હતું. જો કે ૩મેથી ૧૭ મે સુધીનાં ત્રીજા તબક્કામાં સોનામાં ઉછાળો આવ્યો હતો. રૂ. ૧૧૫૪નો વધારો જોવા મળ્યો હતો. ૧૮ મેથી ૩૧ મે સુધીનાં લોકડાઉનનાં ચોથા તબક્કામાં અત્યાર સુધી સોનામાં રૂ. ૭૯૪નો વધારો જોવા મળ્યો છે.

સોનું ક્યારે કેટલું થયું?

તારીખ         ૨૪ કેરેટ       ૨૩ કેરેટ       ૨૨ કેરેટ

૨૨ મે            ૪૭૦૬૭        ૪૬૯૧૧                       ૪૩૧૪૪

૧૭ મે           ૪૭૮૬૧        ૪૫૭૨૯                ૪૨૦૫૬

૪ મે            ૪૫૯૧૩        ૪૫૭૨૯                ૪૨૦૫૬

૧૩ એપ્રિલ          ૪૬૦૩૪        ૪૫૮૫૦                ૪૨૦૫૬

૨૫ માર્ચ       ૪૩૪૨૪        ૪૩૨૫૦                ૩૯૭૭૬

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;