ડોનલ વિષ્ટ તેના લગ્નમાં પહેરશે ભારેખમ ચણિયાચોળી - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ડોનલ વિષ્ટ તેના લગ્નમાં પહેરશે ભારેખમ ચણિયાચોળી

ડોનલ વિષ્ટ તેના લગ્નમાં પહેરશે ભારેખમ ચણિયાચોળી

 | 1:10 am IST

સીરિયલ એક હસીનાથીમાં શરણ્યાનો રોલ કરનાર ડોનલ વિષ્ટના આ જ સીરિયલમાં વ્યોમ મતલબ કે વિક્રમ સિંહ સાથે લગ્ન થવાના છે. આ સીરિયલ થોડા સમય પહેલાં જ શરૂ થઇ છે, અને હાલ સીરિયલમાં શરણ્યા અને વિક્રમ વચ્ચે કેમિસ્ટ્રી બતાવાઇ રહી છે. થોડા સમયમાં આ બંનેના લગ્ન પણ બતાવવામાં આવશે, સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ શરણ્યા તેના લગ્નમાં ઝરદોશી વર્કના ચણિયાચોળી પહેરી શોળે શણગાર સજવાની છે.

હાલ આ ચણિયાચોળીની ડિઝાઇન ચાલી રહી છે, જેનું વજન ચાલીસ કિલો હશે. શરણ્યા કહે છે હું જાણતી નથી કે આટલો ભારે ચણિયો પહેરીને હું કલાકોના કલાકો સુધી શૂટિંગ કઇ રીતે કરીશ, કારણ કે લગ્નનો સીન શૂટ કરવાનો હોવાના કારણે શૂટિંગ લાંબો સમય ચાલશે. ડોનલના કહેવા પ્રમાણે તે આ પહેલાં ક્યારેય તેના જીવનમાં આટલી બધી તૈયાર નથી થઇ, અલબત્ત તે આ શૂટિંગ માટે ખૂબ ઉત્સાહિત છે. જોકે તે પોતાના સાચા લગ્નમાં આટલાં ભારે ચણિયાચોળી નહીં પહેરે.