Donald Trump Administration Approves Sale Of 1 Billion Dollars Worth Of Naval Guns for India
  • Home
  • Featured
  • હિંદ મહાસાગરમાં વાગશે ભારતીય નૌકાદળનો ડંકો, ચીનને પછાડવા અમેરિકાએ ભર્યું પગલુ

હિંદ મહાસાગરમાં વાગશે ભારતીય નૌકાદળનો ડંકો, ચીનને પછાડવા અમેરિકાએ ભર્યું પગલુ

 | 12:48 am IST

અમેરિકા ભારતને 1 અબજ ડૉલરના નૌકાદળ તોપો વેચવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ્ર પ્રશાસને અમેરિકી કોંગ્રેસને આપેલી જાણકારીમાં કહ્યું છે કે, તેણે ભારતને એક અબજ ડોલર એટલે કે લગભગ 7100 કરોડ રૂપિયાની એમઓડી-4 નેવી તોપો વેચવાના નિર્ણયને મંજુરી આપી છે. આ તોપોનો ઉપયોગ યુદ્ધ જહાજ, એન્ટ્રી-એરક્રાફ્ટ અને સમુદ્ર કિનારે બોમ્બ મારો કરવામાં સક્ષમ જહાજોમાં તૈનાત કરવામાં આવશે.

આ તોપોનો ઉપયોગ યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનો વિરૂદ્ધ અને સમુદ્ર પર બોમ્બમારો કરવામાં કરવામાં આવે છે અને તેનાથી ભારતીય નૌકાદળની મારક ક્ષમતા વધશે. સુરક્ષા સજયોગ એજન્સીએ બહાર પાડેલી પોતાની અધિસૂચનામાં કહ્યું હતું કે, 13 એમકે-45 પાંચ ઈંચ/62 કેલિબર નૌકા તોપ અને તેના સાથે સંકળાયેલા ઉપકરણોનો પ્રસ્તાવિત્ત વિદેશી સૈન્ય વેચાણનો અંદાજીત ખર્ચ 1 અરબ ડૉલર છે.

આ હથિયારો મળતા જ ભારતીય નૌકાદળની મારક ક્ષમતામાં મોટા પ્રમાણમાં વધારો થશે. ટ્રમ્પ પ્રશાસનના નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે તેમણે BAE સિસ્ટમ્સ લેંડ એન્ડ આર્મામેંટ્સે તૈયાર કર્યા છે. તેનાથી ભારતની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. સાથે જ ભારતીય નૌકાદલ ભવિષ્યમાં આવનારા પડકારોને સરળતાથી સામનો કરવામાં સક્ષમ બનશે.

ટૂંક સમયમાં આવી રહ્યાં છે રાફેલ યુદ્ધ વિમાન

આ દરમિયાન ફ્રાંસના ત્રણ યુદ્ધ વિભાન ભારતને સોંપી દેવામાં આવ્યા છે. જેની એરફોર્સના પાયલટ અને એન્જિનિયરોને ટ્રેનિંગ આપવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન