Donald Trump Ahmedabad Video in Mobile Phone
  • Home
  • Videos
  • Featured Videos
  • PM મોદીએ કહેલુ કરી બતાવતા તક્કર રહી ગયેલા ટ્રમ્પે જાતે જ બનાવ્યો Video

PM મોદીએ કહેલુ કરી બતાવતા તક્કર રહી ગયેલા ટ્રમ્પે જાતે જ બનાવ્યો Video

 | 5:40 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના વોશિંગ્ટનથી સીધા ગુજરાતના અમદાવાદ આવી પહોંચ્યા હતાં. અહીં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ટ્રમ્પ અમદાવાદ મુલાકાતને લઈને સૌથી વધારે તો એટલે ઉત્સુક હતા કે તેમનું સ્વાગત કરવા માટે લાખો લોકો પહોંચવાના હતાં. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને વચન આપ્યું હતું કે, તેમનું સ્વાગત લાખો લોકો કરશે. પીએમ મોદીના આ નિવેદને ટ્રમ્પની ઉત્સુકતા વધારી દીધી હતી. પરંતુ આજે બપોરે જ્યારે તેઓ એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ સુધી રોડ શો દ્વારા પહોંચ્યા અને ત્યાંથી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ વચ્ચે રોડની બંને બાજુ લાખો લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું જે જોતા ટ્રમ્પ તક્કર રહી ગયા હતાં. ટ્રમ્પ એટલુ તે આશ્ચર્ય પામ્યા કે કારમાં બેઠા બેઠા જ તેમને લોકોના આ અભિનાવદનો વીડિયો બનાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન