અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર - Sandesh
  • Home
  • Featured
  • અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર

 | 12:18 pm IST

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે. અમેરિકા વીઝા નિયમોને કઈને એક પછી એક આકરા ફેરફારો કરી રહ્યું છે. ટ્રમ્પ પ્રસાશને હવે H-1 B વીઝા બાદ સ્ટૂડેંટ વીઝામાં પણ ફેરફારો કર્યા છે. જે અનુંસાર હવેથી સ્ટુડંટ વીઝાની અવધિ પુરી થયા બાદ રહી રહેલા વિદ્યાર્થીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ નિયમ 9 ઓગષ્ટથી અમલી બનશે. આ નિયમ અનુંસાર વિદ્યાર્થીની ગેર-કાયદેસરની હાજરી તે દિવસથી ગણવામાં આવશે જ્યારથી તેનું ટ્રાવેલિંગ સ્ટેટસ સમાપ્ત થઈ ગયું છે. આ નવા નિયમની અસર એ વિદ્યાર્થીઓ પર સૌથી વધારે પડશે જે અભ્યાસ બાદ અમેરિકામાં રહીને નોકરી માટે રોકાતા હતાં.

હવે નવી ડ્રાફ્ટ પોલિસીમાં ગેર-કાયદે રહેવાની સમયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી પોલિસી પ્રમાણે ગેરકાયદેસર રીતે રહેવાની મર્યાદાની ગણતરી તેના ટ્રાવેલિંગ સ્ટેટસ સમાપ્ત થાય તે દિવસથી ગણવામાં આવશે. વિદ્યાર્થીઓ જ્યારથી પોતાનો અભ્યાસ પુરો કરી ચુક્યા હોય છે અને ગેરયાકદેસરની ગતિવિધિઓમાં સંલિપ્ત હોય છે કે પછી અભ્યાસ અને ગ્રેસ અવધિ પુરી કરી ચુક્યા હોય ત્યારથી તેની ગણતરી હાથ ધરવામાં આવે છે. નવી નીતિમાં અમેરિકામાં અનઅધિકૃત રૂપે રહી રહેલા દિવસોના હિસાબથી ગણવામાં આવશે. જેને અંતર્ગત વિદ્યાર્થીને અમેરિકામાં પ્રવેશ કરવા કે સ્થાઈ નાગરિકતા મેળવવાના પ્રયાસને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરી દેવામાં આવશે.

ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થીને F-1 (સ્ટોડંટ વીઝા)ને 60 દિવસનો સમય આપવામાં આવે છે, જેથી તે આ સમય દરમિયાન પોતાના સ્ટેટસ (વર્ક વીઝા)ને બદલી દે અથવા અમેરિકા છોડીને જતો રહે. હવે નવી નીતિ લાગુ થતા ગેર કાયદેસર અવધિના આધારે વિદ્યાર્થીને અમેરિકામાં પ્રવેશ આપવા કે સ્થાયી રેસિડેંસી સ્ટેટસ મેળવવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જે વિદ્યાર્થીઓ 180 દિવસ સુધી અમેરિકામાં રહેતા જણાઈ આવશે, અમેરિકામાં તેમના પ્રવેશ પર 3 થી 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

નવી ડ્રાફ્ટ પોલિસીની સૌથી વધારે અસર એ વિદ્યાર્થીઓ પર પડશે, જેમને સ્ટેટસ નથી મળ્યું અને વીઝા માટે અરજી કરવા માંગે છે કે પછી સ્થાયી નાગરિકના રૂપમાં પોતાનું સ્ટેટસ બદલવા માંગે છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2016-17 દરમિયાન 12 ટકા વધી છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થીઓની સંખ્યાના મામલે ભારત બીજા ક્રમે છે. અમેરિકામાં સૌથી વધારે ચીની વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 30 સપ્ટેમ્બર 2017 સુધી અમેરિકામાં 4.21 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વીઝા આપવામાં આવ્યા છે. પરંતુ હવે વિદ્યાર્થીઓને નિયમનું ઉલ્લંઘન કરવા પર કે સ્ટેટસ ન મળવાના કારણે કાંતો દેશ છોડવો પડશે અથવા તો તેમને પોતાના સ્ટેટસ સ્ટૂડંટમાંથી વર્કિંગમાં બદલવું પડશે.