NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અમેરિકા પર જો પરમાણુ હુમલો થયો તો ટ્રમ્પ પાસે હશે માત્ર 10 જ મિનિટ!

અમેરિકા પર જો પરમાણુ હુમલો થયો તો ટ્રમ્પ પાસે હશે માત્ર 10 જ મિનિટ!

 | 7:51 pm IST

ગતિ કેટલાક દિવસોથી ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધતો જ જાય છે. ઉ.કોરિયા સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે. આ દરમિયાન હવે એ વાત પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જો ઉ.કોરિયાએ અમેરિકા પર પરમાણુ હુમલો કર્યો તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે શું વિકલ્પ રહેશે. શું ટ્રમ્પ ઉ.કોરિયા પર જવાબી કાર્યવાહી કરશે કે પછી અમેરિકાને પરમાણુ હુમલાથી બચાવવાની તરકીબ શોધશે. પરંતુ આ બધા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જે સમય હશે તે ખુબ ઓછો રહેશે. અમેરિકી વિશેષજ્ઞોનું કહેવું છે કે ઉ.કોરિયા તરફથી જો અમેરિકા પર પરમાણુ હુમલો થયો તો ડોનાલ્ડ ટ્રમ્પ પાસે નિર્ણય લેવા માટે માત્ર 10 મિનિટ જ રહેશે.

એક અખબારના અહેવાલ મુજબ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ગ્લોબલ સિક્યોરિટી પ્રોગ્રામ ઓફ ધી યુનિયન ઓફ કન્સર્ડ સાઈન્ટિસ્ટના એસોસિએટ ડાઈરેક્ટર ડેવિડ રાઈટનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં બહુ ઓછો સમય રહે છે. તેમણે જણાવ્યું કે લાંબા અંતરની મિસાઈલને ઓળખવામાં અને તેના વિશે જાણકારી મેળવવા જ ઘણો સમય લાગી જતો હોય છે. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ પાસે કદાચ 10 મિનિટનો જ સમય રહેશે. રાષ્ટ્રપતિએ 10 જ મિનિટમાં નક્કી કરવું પડશે કે જવાબી કાર્યવાહી કરવી કે નહીં.

વિશેષજ્ઞ કહે છે કે જો ટ્રમ્પ જવાબી કાર્યવાહીનો ફેંસલો લે તો જમીન આધારિત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) પાંચ મિનિટની અંદર હવામાં હોઈ શકે છે અને સબમરીન આધારીત મિસાઈલ 15 મિનિટમાં જઈ શકે છે. જો એકવાર આ મિસાઈલ લોન્ચ થઈ ગઈ તો તે પાછી બોલાવી શકાય નહીં. જો કે વિશેષજ્ઞોનું એ પણ કહેવું છે કે ઉ.કોરિયા પાસે હજુ એવી મિસાઈલ નથી કે જેની પહોંચ અમેરિકા સુધી હોય. જો કે ઉ.કોરિયા આ મુદ્દે કઈક અલગ જ કહે છે.

1