ટ્રમ્પે ફૂક્યું `વેપાર યુદ્ધ'નું બ્યૂગલ, સમગ્ર વિશ્વમાં ફેલાયો ફફડાટ - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પે ફૂક્યું `વેપાર યુદ્ધ’નું બ્યૂગલ, સમગ્ર વિશ્વમાં ફેલાયો ફફડાટ

ટ્રમ્પે ફૂક્યું `વેપાર યુદ્ધ’નું બ્યૂગલ, સમગ્ર વિશ્વમાં ફેલાયો ફફડાટ

 | 6:03 pm IST

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી ટ્રેડ વોર-વેપાર યુદ્ધ છેડવાના સંકેત આપ્યા છે. આ અંગે અનેક ટ્વિટ કરતાં ટ્રમ્પે જણાવ્યું છે કે અન્ય દેશો અમેરિકી કંપનીઓ અને સામાન પર ટેરિફ લાદશે તો અમેરિકા પણ આ દેશોની કંપનીઓ અને ચીજવસ્તુઓ પર જકાત લાદવામાં પાછીપાની નહીં કરે. ટ્રેડ વોરની તરફેણ કરતાં તેમણે તેને શ્રેષ્ઠ કવાયત ગણાવી છે.
અમેરિકાના વાણિજ્યપ્રધાને સ્ટીલની આયાત પર 24 ટકા ટેરિફ લાગવવાનું સુચન કર્યું છે. અમેરિકામાં સ્ટીલની નિકાસ કરતાં વિશ્વના બધા જ દેશો મારટે તેનો અમલ કરાયો છે. વળી અમેરિકા સ્ટીલની સૌથી વધુ આયાત કરતો દેશ છે. આથી આ સુચનને પગલે સમગ્ર વિશ્વમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમેરિકા દર વર્ષે 3.5 કરોડ ટન સ્ટીલની આયાત કરે છે. ટ્રમ્પે ટ્રેડ વોરની તરફેણ કરતાં જ સમગ્ર વિશ્વના દેશો સાવધ થઈ ગયા છે. અનેક સ્થળોએ તેનો વિરોધ પણ શરૂ થયો છે.


ટ્રમ્પે ટ્વિટમાં જણાવ્યું હતું કે જો કોઈ દેશ અમારા ઉત્પાદનો પર વેરો લાદશે તો અમે પણ તેના ઉત્પાદનો પર વેરા લાદીશું. ટ્રમ્પે ટ્વિટમાં જણાવ્યું હતું કે દેશમાં સ્ટીલ ઉદ્યોગની હાલત કંગાળ છે અને તેની દરકાર કરવાની જરૂર છે.


વેપાર ઉદ્યોગની લડાઈમાં બે દેશો વચ્ચે અમલમાં મુકાતા સંરક્ષણવાદનું પરિણામ ટ્રેડ વોર હોય છે. જ્યારે કોઈ દેશ અન્ય દેશમાંથી આવતી ચીજવસ્તુઓ પર ટેરિફ ડ્યુટી લાગુ કરે ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારબાદ સામેનો દેશ પણ આ જ રીતે ડ્યુટીમાં વધારો ઝીંકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જો ટ્રેડ વોરનો આરંભ કરે તો ચીન તેનો આકરો જવાબ આપે તેવી શક્યતા છે. કારણ કે ચીન વિશ્વમાં સૌથી વધારે સ્ટીલની નિકાસ કરે છે. આ રીતે ચીન પણ અમેરિકી કંપનીઓ પરના ટેરિફમાં વધારો કરી શકે છે.


જોકે ટ્રમ્પના આ નિર્ણયની ભારત પર ઝાઝી અસર નહીં પડે. કારણ કે ભારતની કુલ નિકાસોમાં ભારતનો હિસ્સ માત્ર બે ટકા જ છે.


જોકે ટ્રમ્પના નિર્ણય પછી ભારતમાં સ્ટીલના પુરવઠામાં વધારો થાય તેવી પણ શક્યતા છે. કારણ કે ટ્રમ્પે વેરા લાદતાં સ્ટીલનો પુરવઠો ભારતમાં ફંટાશે અને આવી સ્થિતિમાં ભારત એન્ટિ ડમ્પિંગ ડ્યુરી લાદે તો નવાઈ નહીં.