Donald Trump in Sabarmati Ashram Visitor Book with PM Narendra Modi
  • Home
  • Featured
  • સાબરમતી આશ્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ કરી બેઠા આ ગંભીર ભૂલ

સાબરમતી આશ્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ કરી બેઠા આ ગંભીર ભૂલ

 | 2:06 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાબરમતિ આશ્રમ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. બાપૂના આશ્રમ પહોંચતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્ર્રમ્પનું શાનદાર સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ શાલ ઓઢાડીને ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયાનું સમ્માન કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદી તેમણે આશ્રમની અંદર લઈ ગયા હતાં.

આશ્રમા પહોંચી ટ્રમ્પે બાપૂનો ચરખો ચલાવ્યો હતો. પીએમ મોદીએ તેમણે ચરખાની ઐતિહાસિકતા વિષે ઉંડાણપૂર્વકની જાણકારી આપી હતી.

ત્યાર બાદ ટ્રમ્પ અને મેલાનિયા બાપૂના વિખ્યાત ત્રણ વાંદરા પણ દેખાડ્યા હતાં. પીએમ મોદીએ તેમણે ત્રણ વાંદરાના મહત્વ વિષે પણ જાણકારી આપી હતી.

આશ્રમમાંથી નિકળતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો. ટ્રમ્પે વિઝિટર બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખુબ ખુબ આભાર માન્યો. ટ્રમ્પે વિઝિટર બુકમાં લખ્યું હતું કે, મારા શાનદાર મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે, આ બેજોડ પ્રવાસ બદલ ધન્યવાદ. જોકે વિઝિટર બુકમાં ટ્રમ્પે મહાત્મા ગાંધી વિષે કંઈ જ લખ્યું નહોતુ.

આ અગાઉ ટ્રમ્પે પોતાના પરિવાર સાથે 11:40 વાગ્યે અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યા હતાં. આ સ્ટેડિયમમાં ટ્રમ્પના સ્વાગત માટે ખુદ પીએમ નરેન્દ્ર મોદી હાજર રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન