Donald Trump Is Seriously Considering Ending Birthright Citizenship
  • Home
  • Featured
  • અમેરિકામાં જન્મતાની સાથે જ બાળકને નહીં મળે નાગરિકતા! ટ્રમ્પે આપ્યા મહત્વના સંકેત

અમેરિકામાં જન્મતાની સાથે જ બાળકને નહીં મળે નાગરિકતા! ટ્રમ્પે આપ્યા મહત્વના સંકેત

 | 11:30 am IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉંનાલ્ડ ટ્રમ્પે કહ્યું  છે કે, તે અમેરિકામાં જન્મના આધારે મળતી નાગરિકતાનો અધિકાર નાબૂદ કરવાની તૈયારીમાં છે. તેનાથી સૌથી વધુ ભારતીયોને અસર થશે. ટ્રમ્પે આ અંગે કહ્યું કે અમે આને રદ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. સ્પષ્ટપણે કહું તો આ નીતિ બકવાસ છે. ટ્રમ્પે પ્રચાર દરમિયાન જન્મના આધારે નાગરિકતાનો અધિકાર રદ કરવાનો વાયદો કર્યો હતો.

જન્મજાતને નાગરિકતા આપાવાને લઈને અમે ગંભીર

ટ્રમ્પે જન્મજાત નાગરિકતાને લઈને પુછવામાં આવેલા સવ્વાલનો જવાબ આપતા કહ્યું હતું કે, અમે જન્મજાત નાગરિકતા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છીએ. સાફ રીતે કહું તો, આ બાબત ખરેખર બકવાસ છે. જન્મજાત નાગતિકતા એ છે કે, અમારી ધરતી પર તમારૂ બાળક જન્મ્યું છે, તમે સરહદ પારથી આવો છો, બાળકને જન્મ આપો છો, ખુબ અભિનંદન, હવે બાળક અમેરિકી નાગરિક બની ગયું છે. જોકે અમે હવે તેના પર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યાં છીએ.

ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પે

ટ્રમ્પે 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચારમાં કહ્યું હતું કે, તેઓ જન્મજાત નાગરિકતાને સમાપ્ત કરશે. તેમણે ચૂંટણી પ્રચારમાં પણ ખુબ જ આક્રમક રીતે કહ્યું હતું કે, અમેરિકામાં જન્મ્યા હોવાના કારણે જન્મજાત નાગરિકતા આપવાના પક્ષમાં તેઓ નથી. તેમણે એ સમયે પણ કહ્યું હ્તું કે, રાષ્ટ્રપતિ બનશે તો તેઓ આ મામલે ગંભીરતીથી વિચાર કરશે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ટ્રમ્પે 2017માં પ્રમુખ બન્યા બાદ જ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રીતે દાખલ થયેલા શરણાર્થીઓ અંગે કડક વલણ અપનાવ્યું હતું. હવે તે અંગે નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમેરિકી ઇમિગ્રેશન અધિકારીઓને શરણાર્થી પરિવારને અચોક્કસ મુદત સુધી કેદમાં રાખવાનો અધિકાર મળી જશે.

આ વીડિયો પણ જુઓ : આમ તોર પે વાડા ભુલાદેનેમે મજા આતા હૈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન