પરમાણું હથિયારો છોડવાના બદલામાં ઉત્તર કોરિયાને અમેરિકાએ આપી આ ગેરેંટી - Sandesh
  • Home
  • Featured
  • પરમાણું હથિયારો છોડવાના બદલામાં ઉત્તર કોરિયાને અમેરિકાએ આપી આ ગેરેંટી

પરમાણું હથિયારો છોડવાના બદલામાં ઉત્તર કોરિયાને અમેરિકાએ આપી આ ગેરેંટી

 | 1:00 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનએ ઐતિહાસીક વાતચીત બાદ સંયુક્ત નિવેદન જાહેર કર્યું. ત્યાર બાદ બંને રાષ્ટ્રાધ્યક્ષોએ હત્યાક્ષર કર્યાં. ટ્રમ્પે કિમને મળવાને લઈને આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્તર કોરિયા નજીકના ભવિષ્યમાં જ પરમાણું નિરસ્ત્રીકરણની પ્રક્રિયા પર કામ શરો કરી દેશે. જ્યારે કિમે આ મુલાકાતને આવકારતા કહ્યું હતું કે, તે ગઈ કાલને ભુલી જશે.

સંયુક્ત દસ્તાવેજો પર કિમ અને ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા છે તેમાં ઉત્તર કોરિયાએ સંપૂર્ણ નિરસ્ત્રીકરણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે, તો બદલામાં અમેરિકાએ પ્યોંગયોંગને સુરક્ષાની બાહેંધરી આપી છે. દસ્તાવેજો અનુંસાર અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે હવે સંબંધોનો નવો અધ્યાય લખાશે.

આજે ડૉનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન સિંગાપોરમાં મળ્યાં હતાં. બંન્ને વચ્ચે બેઠક થઈ હતી. જેમાં બંને નેતાઓએ સંયુક્ત નિવેદન જારી દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યાં હતાં. સંયુક્ત નિવેદનમાં મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમે બંને ખુબ જ સમ્માનિત મહેસુસ કરી રહ્યાં છીએ. શું ઉત્તર કોરિયા 100 ટકા પરમાણું હથિયાર છોડી દેશે? તો તેનો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે, આ ખુબ જ વ્યાપક સમજુતિ છે. ટુંક સમયમાં જ પરમાણું નિરસ્ત્રીકરણની પ્રક્રિયા પર શરૂ થઈ જશે. બંને નેતાઓ ભવિષ્યમાં મળશે કે કેમ તેના પર ટ્રમ્પે કહ્યું હ્તું કે, અમે ફરીવાર મળીશું અને અનેકવાર મળતા જ રહીશું.

જ્યારે કિમ જોંગે આ ઐતિહાસીક બેઠકને આવકારતા ગઈ કાલને ભુલવાનો વાયદો કર્યો અને કહ્યું હતું કે, દુનિયા આગામી સમયમાં મોટા પરિવર્તનો જોશે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, પરમાણું નિરસ્ત્રીકરણના બદલામાં ઉત્તર કોરિયાને અમેરિકાએ શું પ્રસ્તાવ આપ્યો છે. બંને નેતાઓ એ આ મામલે ચર્ચા કરી નથી. પરંતુ જ્યારે ટ્રમ્પને પુછવામાં આવ્યું કે શું કિમ જોંગ ઉનને વ્હાઈટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું છે? તો તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, બિલ્કુલ. કિમ ખુબ જ ક્ષમતાવાન વ્યક્તિ છે અને તે પોતાના દેશને ખુબ પ્રેમ કરે છે. જોકે અમેરિકાએ સંપૂર્ણ પરમાણું નિરસ્ત્રીકરણના બદલામાં ઉત્તર કોરિયાને સુરક્ષાને ગેરેંટી આપી છે.