કિમ-ટ્રમ્પે કરાર પર કર્યા હસ્તાક્ષર, વ્હાઈટ હાઉસ આવવાનું આમંત્રણ - Sandesh
  • Home
  • Featured
  • કિમ-ટ્રમ્પે કરાર પર કર્યા હસ્તાક્ષર, વ્હાઈટ હાઉસ આવવાનું આમંત્રણ

કિમ-ટ્રમ્પે કરાર પર કર્યા હસ્તાક્ષર, વ્હાઈટ હાઉસ આવવાનું આમંત્રણ

 | 11:45 am IST

જે મુલાકાતની દુનિયા આખી ચાતક નજરે રાહ જોઈ રહી હતી તે આખરે થઈ જ ગઈ. આજે સવારે સિંગાપોરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન વચ્ચે મુકાલાત યોજાઈ ગઈ. બેઠક બાદ ટ્રમ્પે મુલાકાત બાદ કહ્યું હતું કે, આ મુલાકાત આશા કરતા વધારે સારી રહી.

આ દરમિયાન બંને નેતાઓ કરાર પર હસ્તાક્ષર પણ કર્યાં. ત્યાર બાદ બંને નેતાઓએ એક સંયુક્ત નિવેદન પણ આપ્યું હતું જેમાં કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ દુનિયા મોટા પરિવર્તનો જોશે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉનને વ્હાઈટ હાઉસ આવવાનું આમંત્રણ પણ આપ્યું. નોર્થ કોરિયા સત્વરે જ પરમાણું નિશસ્ત્રીકરણની કાર્યવાહી ઝડપી બનાવશે તેવો આશાવાદ પણ ટ્રમ્પે વ્યક્ત કર્યો હતો.

આજથી થોડા જ મહિનાઓ પહેલા બંને નેતાઓ વચ્ચે ભારે વાકયુદ્ધ ચાલી રહ્યું હતું. પરંતુ હવે બંને નેતાઓનો મિજાજ તદ્દન બદલાઈ ગયો છે. બંને નેતા સિંગાપોરમાં જોશપૂર્વક મળ્યાં અને દ્વિપક્ષીય વાતચીત કરી.

સાથે જ કર્યો લંચ

બંને નેતાઓ વચ્ચે અત્યાર સુધીમાં બે તબક્કાની વાતચીત થઈ છે. આ ઉપરાંત બંને નેતાઓએ લંચ પણ સાથે જ કર્યું હતું. બંને દેશોના પ્રતિનિધિમંડળે પણ વાતચીત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, કિમ જોંગ સાથેની તેમની બેઠક ખુબ જ શાનદાર રહી. બંને નેતાઓ હોટલના રિસોર્ટમાં સાથે લટાર મારતા પણ નજરે પડ્યાં હતાં.

41 મિનિટ ચાલી પહેલી મુલાકાત

સેંડોસા દ્વીપના કૈપેલા રિસોર્ટમાં બંન્ને નેતાઓ વચ્ચે 41 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક છે. અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ પહેલીવાર કોઈ ઉત્તર કોરિયાના નેતાને મળ્યાં હતાં. જ્યારે સત્તા સંભાળ્યાના 7 વર્ષ બાદ કિમ જોંગ ઉન પહેલીવાર આટલી લાંબી વિદેશસ યાત્રાએ આવ્યા છે.