American President Donald Trump Might Visit India In February
  • Home
  • Featured
  • ઈરાન સાથે તણાવની વચ્ચે ભારતની મુલાકાતે આવી રહ્યા છે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ!

ઈરાન સાથે તણાવની વચ્ચે ભારતની મુલાકાતે આવી રહ્યા છે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ!

 | 5:04 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પહેલા ભારત પ્રવાસ પર આવતા મહિને આવી શકે છે. એક અધિકારીએ બ્લૂમર્ગને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત આવવાનું વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતે ગત વર્ષે ટ્રમ્પને ગણતંત્ર દિવસ સમારંભમાં આવવાનું નિમંત્રણ આપ્યું હતુ, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ આવ્યા નહોતા.

બંને દેશો પ્રવાસની રૂપરેખા નક્કી કરવામાં લાગ્યા છે. એક વરિષ્ઠ ભારતીય અધિકારીએ નિયમોને આગળ ધરતા નામ ના જાહેર કરવાની શર્ત પર જણાવ્યું કે પ્રવાસ માટે બંને દેશોને જોતા સુવિધાજનક તારીખ નક્કી કરવા પર કામ ચાલી રહ્યું છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ અને મોદી લાંબા સમયથી અનિર્ણિત દ્વિપક્ષીય ટ્રેડ ડીલ ઉપરાંત સિવિલ એવિએશન પર એક કરાર પર સહી કરી શકે છે.

ટ્રમ્પનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારત 2009 પછી સૌથી ધીમા વિકાસ દરનો સામનો કરી રહ્યું છે અને સીએએને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય પ્રધાનમંત્રીનાં અમેરિકામાં થયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમ બાદ ટ્રમ્પનો પ્રવાસ થશે. હ્યૂસ્ટનમાં થયેલી આ ઇવેન્ટમાં ટ્રમ્પે પણ મોદીની સાથે મંચ શેર કર્યું હતુ અને બંને નેતાઓએ એક-બીજાની પ્રશંસા કરી હતી.

આ વિડીયો પણ જુઓ: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઉત્તરાયણની ધૂમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન