Donald Trump 'not ready' for China trade deal
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને એવી ધમકી આપી કે દુનિયા આખી જોતું રહી ગયું, કહ્યું કે જો હોંગકોંગમાં..

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને એવી ધમકી આપી કે દુનિયા આખી જોતું રહી ગયું, કહ્યું કે જો હોંગકોંગમાં..

 | 9:28 am IST

હોંગકોંગના વિક્ટોરિયા પાર્કમાં એક લાખથી વધુ લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી એકત્રિત થઇને સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીને હોંગકોંગ બોર્ડર પર સૈન્ય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ચીનની આ હરકત પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપત્તિ વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપી કે જો પ્રદર્શનકારીઓ પર તિયાનમેન સ્કવેયર જેવી કાર્યવાહી થઇ તો બંને દેશોના વ્યપાર વાર્તાને મોટું નુકસાન થશે.

બેઇજીંગની ગંભીર ચેતવણીઓને નજર અંદાજ કરતાં એક લાખથી વધુની સંખ્યામાં લોકોએ રવિવારના રોજ લોકતંત્ર સમર્થક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. પ્રદર્શનકારી કાળા કપડામાં હતા. વરસાદ છતાંય વિક્ટોરિયા પાર્ક પ્રદર્શનકારીઓથી ખીચોખીચ ભરેલો હતો અને ત્યારબાદ પણ લોકોનો આવવાનો સિલસિલો યથાવત રહ્યો. આમ પાર્કની બહાર પણ તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન એક પ્રત્યર્પણ બિલની વિરૂદ્ધ શરૂ થયું છે, જેને હોંગકોંગ સરકારે સસ્પેન્ડ કરી દીધું છે.

રેલીમાં સામેલ થવા જઇ રહેલા પ્રદર્શનકારીઓથી સબવે રેલવે સ્ટેશન ભરાઇ ગયું, ત્યારબાદ તેને બંધ કરી દેવું પડ્યું. પ્રશાસને જોતે આયોજક સિવિલ હ્યુમન રાઇટ ફ્રન્ટને માર્ચ નીકાળવાની અનુમતિ આપી નહોતી પરંતુ પાર્કમાં એટલી મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકત્ર થઇ ગયા કે ત્યાંના રસ્તાઓ પણ પ્રદર્શનકારીઓથી ભરાઇ ગયા. પોલીસે જોકે વિક્ટોરિયા પાર્કમાં પ્રદર્શનની મંજૂરી આપી હતી.

આ વીડિયો પણ જુઓ – જમ્મુમાં સ્કુલ-કોલેજો આજથી રાબેતા મુજબ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન