Donald Trump Said - My Enemies Wants That I loose Election
  • Home
  • Corona live
  • કોરોનાથી લોકડાઉન પર ડોનાલ્ડ ટ્રમ્પ વિફર્યા, કહ્યું – મારા દુશ્મનો ઇચ્છે છે કે હું…

કોરોનાથી લોકડાઉન પર ડોનાલ્ડ ટ્રમ્પ વિફર્યા, કહ્યું – મારા દુશ્મનો ઇચ્છે છે કે હું…

 | 11:31 pm IST

કોરોના વાયરસને લઇને ચાલી રહેલા લોકડાઉન પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. બુધવારનાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ફેક ન્યૂઝ ફેલાવીને એ વાતનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે દેશની ઇકોનોમીને બંધ રાખવામાં આવે જેથી તેઓ ફરીવાર ના ચૂંટાઈ શકે. વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગમાં બોલતા ટ્રમ્પે કહ્યું કે એવું લાગે છે કે મીડિયા ઇચ્છે છે કે હું ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કરું.

અમેરિકામાં માસ્ક અને વેન્ટિલેટર્સની તંગી!

એક રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે એવા તમામ ન્યૂઝને ફેક ગણાવ્યા છે જેમાં ટ્રમ્પ પ્રશાસનને કોરોના વાયરસનાં સંક્રમણને કાબૂમાં કરવામાં અસફળ ગણાવવામાં આવ્યું છે. કોરોના વાયરસનાં સંક્રમણને પહોંચી વળવા માટે અમેરિકામાં માસ્ક અને વેન્ટિલેટર્સની તંગી અમેરિકી મીડિયામાં છવાયલી છે. આને લઇને વ્હાઇટ હાઉસની સતત ટીકા કરવામાં આવી રહી છે, જ્યારે ટ્રમ્પ આ તમામને ફેક ન્યૂઝ ગણાવી ચુક્યા છે.

અમેરિકા વધારે દિવસોનાં લોકડાઉન માટે તૈયાર નથી

કોરોના વાયરસનાં એક્સપર્ટથી અલગ ટ્રમ્પે ગત દિવસોમાં કહ્યું હતુ કે, તેમને લાગે છે કે એપ્રિલનાં મધ્ય ઈસ્ટર સુધી અમેરિકી ઇકોનોમીને ખોલી દેવી જોઇએ. અમેરિકા આટલા દિવસોનાં લોકડાઉન માટે તૈયાર નથી, જ્યારે મેડિકલ એક્સપર્ટનું કહેવું છે કે આવું કરવું ઘાતક થશે અને આનાથી સંક્રમણ વધારે ઝડપથી ફેલાશે. ટ્રમ્પે આ વાતને લઇને ઘણીવાર મીડિયાને ફટકાર લગાવી.

કેટલાક લોકો લોકડાઉનને જલદી ખત્મ થતુ જોવા નથી ઇચ્છતા

તેઓ વ્હાઇટ હાઉસ પ્રેસ બ્રીફિંગ બાદ ટ્વિટર પર પણ મીડિયાની ફરિયાદ કરતા જોવા મળ્યા. તેમણે ટ્વીટ કર્યું કે, ‘હું આખો દિવસ મીટિંગમાં લાગ્યો રહ્યો. મારી પાસે મૂર્ખાઈઓ માટે સમય નથી. અમે દિવસ-રાત અમેરિકાની સુરક્ષામાં લાગેલા છીએ.’ પ્રેસ બ્રીફિંગ દરમિયાન પણ એક રિપોર્ટરનાં પ્રશ્ન કરવા પર ટ્રમ્પ ખિજાઈ ગયા. તેમણે કહ્યું કે, ‘મારું માનવું છે કે કેટલાક લોકો એવા છે જે લોકડાઉનને જલદી ખત્મ થતુ જોવા નથી ઇચ્છતા. તે લોકોને લાગે છે કે સારું રહેશે કે તેઓ ચૂંટણી હારી જાય.’

આ વિડીયો પણ જુઓ: કોરોનાનો કેર વધતા પ્રાઈવેટ લેબ થઈ શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન