Donald Trump Promises Favourable Changes In H1-B Visa Policy
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝાને લઇ કર્યો મોટો ખુલાસો, મોટું વચન આપતા કહ્યું કે…

ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝાને લઇ કર્યો મોટો ખુલાસો, મોટું વચન આપતા કહ્યું કે…

 | 9:08 am IST

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ H1-B વિઝામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યા છે, જેઓ ઉચ્ચ શિક્ષિત છે અને કામચલાઉ વિઝા તેમને ઇશ્યૂ થયા છે તેમને વિશેષ શ્રેણીમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, જેથી H1-B વિઝા સરળતા અને નિયમિતતા લાવશે, જેથી વર્કર્સ અમેરિકન નાગરિક બનવાની શક્યતા બને. અમે નિપુણ અને ઉચ્ચ શિક્ષિત લોકોને પ્રોત્સાહિત કરવા માગીએ છીએ, જેથી તેમને અમેરિકામાં કેરિયર બનાવી રહેવાનો વિકલ્પ મળવો જોઈએ. અમેરિકામાં H1-B વિઝાહોલ્ડર્સને અહીં રહેવા માટે અમે ટૂંક સમયમાં ફેરફાર કરીશું, જેથી સંભવિત નાગરિકત્વ સહિત અહીં લાંબો સમય સુધી રહી શકે એમ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું.

દેશની દક્ષિણ બાજુની બોર્ડરે સૌથી મોટી દીવાલ બાંધવા અંગે જ્યાં સુધી 5.6 અબજ ડોલર તેઓ સુરક્ષિત નહીં કરે ત્યાં સુધી અમેરિકામાં ટ્રમ્પ(રિપબ્લિકન) અને ડેમોક્રેટ્સની યુએસ કોંગ્રેસમાં પડેલી મડાગાંઠ ઉકેલાશે નહીં, જેથી ફેડરલ સરકારના ઇતિહાસમાં સૌથી લાંબા શટડાઉનનો અંત આણવા તેમણે નનૈયો ભણ્યો હતો.

ટ્રમ્પે ટિપિકલી રીતે કહ્યું હતું કે જે લોકો મેક્સિકોમાંથી દસ્તાવેજો વગર દેશમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યાં છે તે લોકો ગુનાખોર અને આતંકવાદી છે. તેમણે વારંવાર કહ્યું છે કે જેમણે H1-B વિઝાની અરજી કરી છે અને જેમની પાસે બેચલર ડિગ્રી છે અથવા ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે તેમના માટે કામચલાઉ વિઝા વિકટ સમય છે. 2018માં અમેરિકાએ એપ્રિલના પહેલા સપ્તાહમાં H1-Bની સંખ્યાની મર્યાદા પૂરી થઈ ગઈ હતી, કેમ કે એમાં 65,000 H1-B વિઝા ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન