ટેબલ પર ન્યૂક્લિયર બટન અંગે કિમ જોંગને ટ્રમ્પે આપ્યો સીધોને સટ જવાબ - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7800 +0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ટેબલ પર ન્યૂક્લિયર બટન અંગે કિમ જોંગને ટ્રમ્પે આપ્યો સીધોને સટ જવાબ

ટેબલ પર ન્યૂક્લિયર બટન અંગે કિમ જોંગને ટ્રમ્પે આપ્યો સીધોને સટ જવાબ

 | 12:47 pm IST

સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની પરમાણુ હુમલાના ચેલેન્જનો જવાબ આપ્યો છે. ટ્રમ્પે બુધવારે સવારે એક ટ્વિટમાં કહ્યું કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને હાલમાં જ કહ્યું કે, પરમાણુ બોમ્બનુ બટન હંમેશા તેમના ડેસ્ક પર રહે છે. શું તેમના નષ્ટ થઈ રહેલા અને ભૂખમરાથી પરેશાન રાજ્યને કોઈ બતાવશે કે, પરમાણુ બોમ્બનું બટન મારી પાસે પણ છે, પરંતુ તે તેમના બોમ્બથી ઘણો મોટો અને તાકાતવાર છે. અને મારું બટન કામ પણ કરે છે.

ઉલ્લેખનીય છે કે, કિમ જોંગ નવા વર્ષના પ્રસંગે પોતાના દેશની ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેણે અમેરિકાને એટમી હથિયારોથી નષ્ટ કરવાની ધમકી આપી હતી. જો કે, આવું પ્રથમ વખત નથી, કિમ જોંગે આ પહેલાં પણ અમેરિકા અને તેના સહયોગી દેશોને ધમકી આપી હતી. કિમ જોંગનું કહેવું છે કે, અમેરિકા હવે ક્યારેય અમારાં વિરૂદ્ધ યુદ્ધ શરૂ નથી કરી શકતું, કારણ કે અમારાં એટમી હથિયાર તેઓને નષ્ટ કરી દેશે. આખું અમેરિકા અમારાં ન્યૂક્લિયર વેપન્સની રેન્જમાં છે. આ હથિયારોનું બટન હંમેશા માટાં ટેબલ પર રહે છે. આ એક હકીકત છે, તેને ધમકી ના સમજવામાં આવે.