Donald Trump Says Crude Oil Release by SPR After Saudi Attack
  • Home
  • Featured
  • સાઉદીમાં હુમલા બાદ ક્રૂડતેલના ભાવ આસમાને પહોંચતા ટ્રમ્પે લીધો જબરદસ્ત નિર્ણય, દુનિયાભરમાં ચર્ચા

સાઉદીમાં હુમલા બાદ ક્રૂડતેલના ભાવ આસમાને પહોંચતા ટ્રમ્પે લીધો જબરદસ્ત નિર્ણય, દુનિયાભરમાં ચર્ચા

 | 10:20 am IST

સાઉદી અરબના ઑઇલ પ્લાન્ટ પર તાજેતરના હુમલાને ધ્યાનમાં રાખતા અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)માંથી ક્રૂડતેલના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. આથી ક્રૂડ તેલના ભાવને નિયંત્રણ રાખી શકાશે. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ દુનિયાનો સૌથી મોટો ક્રૂડ તેલનો ભંડાર કરવાની જગ્યા છે.

ટ્રમ્પે પોતાની ટ્વીટમાં લખ્યું કે સાઉદી અરબમાં હુમલા બાદ પેટ્રોલના ભાવમાં કોઇપણ પ્રકારના વધારો થાય નહીં એટલા માટે હું એસપીઆરમાંથી રિઝર્વ પેટ્રોલ ઉપયોગ કરવા માટે કહી શકું છું. મેં ટેકસાસ સહિત બીજા રાજ્યોમાં મંજૂરી પ્રક્રિયામાં હાલમાં તેલ પાઇપલાઇનોની મંજૂરીમાં તેજી લાવવા માટે તમામ ઉપયુક્ત એજન્સીઓના સૂચિત કર્યા છે.

ટ્રમ્પે આગળ કહ્યું કે અમેરિકાને સાઉદી અરબથી એ વાતની પુષ્ટિની રાહ જોવાય છે કે તેમણે ઓઇલ પ્લાન્ટ પર હુમલાની પાછળ કોના પર શંકા છે, ત્યારબાદ આગળની કાર્યવાહી નક્કી કરાશે.

અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો એ સાઉદી અરબના તેલ ક્ષેત્રમાં ડ્રોન હુમલા માટે ઇરાનને જવાબદાર ગણાવ્યું છે. આથી દેશની તેલક્ષમતાનો લગભગ અડધો હિસ્સો કે દૈનિક વૈશ્વિક તેલ પુરવઠાના 5 ટકાને અસર પહોંચે છે.

હુમલા બાદ પોમ્પિયોએ ટ્વીટ કરીને કહ્યું કે સાઉદી અરબ પર અંદાજે 100 હુમલાની પાછળ તહેરાનનો હાથ છે, જ્યારે (રાષ્ટ્રપતિ હસન) રૂહાની અને (વિદેશ મંત્રી મોહમ્મદ જાવદ) જરીફ કૂટનીતિમાં સામેલ થવાનો દેખાડો કરે છે. તણાવ ઓછો કર્યાના આહ્વાનની વચ્ચે ઇરાને હવે દુનિયાની ઉર્જા પુરવઠા પર જબરદસ્ત હુમલો કર્યો છે.

સમાચાર એજન્સી રોયટર્સના મતે વૈશ્વિક તેલ પુરવઠાના 5% ઉત્પાદન પર હુમલા બાદ તેલના ભાવ છ મહિનાની ઉપલી સપાટી પર પહોંચી ગયા છે. રિપોર્ટમાં કહ્યું છે કે મે મહિના બાદથી અમેરિકન ક્રૂડતેલનો વાયદો વેપાર 15 ટકા સુધી ઉછળી ગયો. પાછલી વખતે આ 60.89 ડોલર પ્રતિ બેરલ હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ 13ટકા વધીને 68.06 ડોલર પર હતો, જે આની પહેલાં 71.95 ડોલર હતો.

સાઉદી અરબમાં થયેલા ડ્રોન હુમલામાં શનિવારના રોજ સરકારી કંપની અરામકોની તેલ રિફાઇનરીઓમાંથી આગ લાગી ગઇ. ડ્રોન હુમલાના લીધે રિયાદથી અંદાજે 150 કિલોમીટર દૂર રાજ્યના તેલ સમૃદ્ધ પ્રાંતમાં અબબેક શહેરમાં રિફાઇનરીમાં આગ લાગી. અરામકો કંપની જેને દુનિયાના સૌથી મોટા ઑઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ તરીકે પ્રસ્તુત કરે છે. 10 માનવરહિત વિમાનો દ્વારા કરાયેલા હુમલાથી સાઉદી અરબના સૌથી મોટા તેલ ક્ષેત્રોમાંથી એક હિજરા ખુરૈસને નિશાન બનવ્યું. જો કે રોજનું લગભગ 15 લાખ બેરલનું ઉત્પાદન કરે છે અને દુનિયાનું સૌથી મોટો ક્રૂડ તેલના ભંડારવાળા અબકૈક જે 70 લાખ પ્રતિ બેરલ પ્રોસેસ કરે છે.

આ વીડિયો પણ જુઓ – ટ્રાફિક પોલીસે ST બસ ડ્રાઈવરને આપ્યો મેમો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન