ટ્રમ્પની આડોડાઈ - જીતીશ તો જ ચૂંટણી પરિણામોને માનીશ - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પની આડોડાઈ – જીતીશ તો જ ચૂંટણી પરિણામોને માનીશ

ટ્રમ્પની આડોડાઈ – જીતીશ તો જ ચૂંટણી પરિણામોને માનીશ

 | 11:01 pm IST

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આ ચૂંટણીમાં જીતશે તો જ ચૂંટણીપરિણામોને પૂરેપૂરાં સ્વીકારશે, જોકે શંકાસ્પદ સ્થિતિમાં તેઓ ચૂંટણીપરિણામોને પડકારી શકે છે. ઓહાયોના ડેલવેયર ખાતે એક રેલીને સંબધતાં ટ્રમ્પે આ મુજબ કહ્યું હતું.

તેમણે કહ્યું કે સ્પષ્ટ ચૂંટણીપરિણામોને તો સ્વીકારી લેશે પરંતુ શંકાસ્પદ પરિણામોને અદાલતમાં પડકારવાનો અધિકાર સુરક્ષિત રહેશે.

આ પહેલાં ટ્રમ્પે નેવાડા યુનિર્વિસટીમાં તેઓ ચૂંટણીપરિણામોને સ્વીકારશે કે કેમ તેવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે પરિણામ આવશે ત્યારે જ તે મુદ્દે વિચારશે. 90 મિનિટ સુધી ચાલેલી ચર્ચા દરમિયાન ચૂંટણીમાં ગેરરીતિ થવાની શંકા વ્યક્ત કરતાં તેમણે ચૂંટણીનાં પરિણામો આવ્યે અદાલતમાં તેને પડકારવાના અધિકારની લોકોને યાદ અપાવી હતી.

મીડિયા પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે મીડિયા ભ્રષ્ટ છે અને બધી બાબતને મીઠું-મરચું ભભરાવીને પેશ કરે છે. તેમણે મતદારોનાં માનસમાં ઝેર નાખવા પ્રયાસ કર્યો છે પરંતુ મતદારો બધું જ જાણે છે.

ટ્રમ્પ અમેરિકાને નથી સમજતાઃ મિશેલ ઓબામા
અમેરિકાનાં પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે સભ્ય લોકો મહિલાઓનું અપમાન નથી કરતા, તેમણે અમેરિકાવાસીઓને અપીલ કરી કે તેઓ કોઈપણ પુરુષના આ પ્રકારના વ્યવહારને સાંખી ના લે. તેમણે કહ્યું કે ટ્રમ્પ અને હિલેરી અમેરિકા વિષે અલગ અલગ વિઝન ધરાવે છે. હિલેરી ક્લિન્ટનનાં સમર્થનમાં એક રેલીને સંબોધતાં મિશેલ ઓબામાએ આ ટિપ્પણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન