donald-trump-says-ivanka-would-be-dynamite-at-un-ivanka-rules-out
  • Home
  • India
  • શું ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રીના કારણે ભારતીય મૂળના નિક્કી હેલીએ આપ્યું રાજીનામુ

શું ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રીના કારણે ભારતીય મૂળના નિક્કી હેલીએ આપ્યું રાજીનામુ

 | 5:07 pm IST

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની રાજદૂત નિક્કી હેલીએ અચાનક રાજીનામુ ધરી દેવાથી રાજકીય તોફાન આવી ગયુ છે. આ સાથે જ અમેરિકન રાજનીતિમાં તે પણ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પ નિક્કી હેલીની જગ્યા લઈ શકે છે. આ અનુમાનને ત્યારે બળ મળ્યું જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું કે, જો તેમને ભાઈ-જાતીવાદજની ફરિયાદ મળશે નહી તો તેમની પુત્રી ઈવાન્કા સંયુક્ત રાષ્ટ્રમાં દેશને રાજદૂતના રૂપમાં ખુબ જ ‘પ્રભાવશાળી’ સાબિત થશે.

આને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું, “ઈવાન્કા પ્રભાવશાળી સાબિત થશે. જોકે આને ભાઈ-જાતીવાદથી કંઈ લેવા-દેવા નથી પરંતુ હું તમને જણાવવા ઈચ્છું છુ કે, જે લોકો જાણે છે, તેમને ખબર છે કે, ઈવાન્કા પ્રભાવશાળઈ સાબિત થશે. પરંતુ તમે જાણો છો કે, ત્યારે મારા ઉપર જ ભાઈ-ભતીજાવાદના આરોપ લાગશે.” તે સાથે જ ટ્રમ્પે ઈવાન્કાની નિયુક્તિની સંભાવનાઓને ફગાવતા સંવાદદાતાઓને કહ્યું, “અમે ઘણા બધા નામો પર વિચાર કરી રહ્યાં છીએ.”

ઈવાન્કાએ કરી સ્પષ્ટતા

જોકે, ઈવાન્કા ટ્રમ્પે પોતાની તરફથી અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવતા ટ્વિટ કરતાં કહ્યું કે, “રાષ્ટ્રપતિ એમ્બેસેડર હેલીની જગ્યા પર સક્ષમ વ્યક્તિની નિમણૂક કરશે.” તેમને કહ્યું, “વ્હાઈટ હાઉસમાં ઘણી બધી મહાન હસ્તીઓ સાથે કામ કરવું એક સન્માનજક વાત છે અને હું તે જાણું છું કે, રાજદૂત હેલીની જગ્યા પર રાષ્ટ્રપતિ સક્ષમ વ્યક્તિની પસંદગી કરશે. હેલીની રિપ્લેશમેન્ટમાં હું હોઈશ નહી.”

ઉલ્લેખનિય છે કે, ઈવાન્કા અને તેમને પતિ જારેડ કુશ્નર વ્હાઈટ હાઉસમાં ટોચ સ્તર પર માનદ સલાહકારના રૂપમાં કામ કરે છે. અન્ય કામો ઉપરાંત કુશ્નરને પશ્ચિમ એશિયામાં શાંતિ યોજના તૈયાર કરવાની જવાબદારી પણ સૌંપવામા આવી છે.

નિક્કી હેલીનું રાજીનામુ

આનાથી કેટલાક કલાક પહેલા જ બધાને આશ્ચર્યમાં નાંખતા સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની ભારતીય મૂળની રાજદૂત નિક્કી હેલીએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 46 વર્ષિય હેલીનું રાજીનામુ સ્વીકારી લીધુ. એક નવી પહેલ હેઠળ તેમને ઓવલ ઓફિસમાં હેલીની રાજીનામાની જાહેરાત કરી અને તેમના કામના વખાણ કર્યા.

ટ્રમ્પે ઉતાવળમાં બોલાવેલા સંવાદદાતા સંમેલનમાં કહ્યું, “હું આવું (ઓવલ ઓફિસથી વિદાઈ) કરવા ઈચ્છતો હતો કેમ કે, સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત નિક્કી હેલી મેરા માટે ખાસ રહ્યા છે. તેમને અસાધારણ કાર્ય કર્યું છે. તેઓ ખુબ જ સારા વ્યક્તિ અને મહત્વપૂર્ણ છે પરંતુ તેઓ એવા પણ છે કે, તેમની વાત ગમે તે કરીને મનાવી લે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમને લગભગ 6 મહિના પહેલા કહ્યું હતું કે, હું હવે થોડૂ ફ્રિ થવા ઈચ્છું છું.”

2020 ચૂંટણીમાં ઉતરશે નહી હેલી

ટ્રમ્પની ઉદારવાદી રિપબ્લિકન તરીકે સામે આવનાર હેલીએ 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉતરવાથી ઈન્કાર કરી દીધુ અને કહ્યું કે, તેઓ આવતા બે વર્ષ સુધી ટ્રમ્પે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે પસંદ થાય તેના અભિયાનમાં જોડાઈ જશે. કોઈપણ રાષ્ટ્રપતિના મંત્રીમંડળમાં પ્રથમ ભારતીય અમેરિકન હેલીએ કહ્યું કે, તેમના માટે આ પદ પર સેવા આપવી તે તેમના જીવનનું સૌથી મોટું સન્માન છે.

પંજાબના ભારતીય પ્રવાસીઓની સંતાન હેલીએ કહ્યું કે, દક્ષિણ કેરાલિનાની ગવર્નરના રૂપમાં છ વર્ષ સહિત આઠ વર્ષના વ્યસ્ત જીવન બાદ તેઓ ફ્રિ થવા ઈચ્છતા હતા.