દુનિયાભરના પ્રમુખ દેશોનાં વિરોધ બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રેડ વોર' તરફ ભર્યુ પગલુ - Sandesh
  • Home
  • Business
  • દુનિયાભરના પ્રમુખ દેશોનાં વિરોધ બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રેડ વોર’ તરફ ભર્યુ પગલુ

દુનિયાભરના પ્રમુખ દેશોનાં વિરોધ બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રેડ વોર’ તરફ ભર્યુ પગલુ

 | 11:33 am IST

ભારત, ચીન સહિત દુનિયાભરના પ્રમુખ દેશોનાં વિરોધ બાદ પણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યૂમીનિયમ પર ઇમ્પોર્ટ ડ્યૂટી (આયાત જકાત) લગાવીથી જોડાયેલ નિર્ણય પર ગુરુવારે હસ્તાક્ષર કરીને ટ્રેડ વોર તરફ પગલું ભર્યુ છે. ટ્રમ્પે બે આદેશો પર હસ્તાક્ષર કર્યા છે, જેમા એક આદેશ આયાત કરેલ સ્ટીલ પર 25 ટકા જકાત લગાવવી અને બીજુ એલ્યૂમીનિયમના આયાત પર 10 ટકા જકાત લગાવવા પર સંબંધીત છે.

સ્ટીલ એલ્યૂમીનિયમ પર લગાવવામાં આવી ઇમ્પોર્ટ ડ્યૂટી
ટ્રમ્પે કહ્યું છે કે, ગ્લોબર માર્કેટમાં સ્ટીલ ડમ્પ કરાવાવાળા દેશો વિરૂદ્ધ પગલું ભરવું રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, લાંબા સમયથી ચાલી આવતી બીમારીને દૂર રવા માટે તેઓ આ પગલું ભરવા જઇ રહ્યા છે. ટ્રમ્પના આ પગલા બાદ અમેરિકાની સ્ટીલ કંપનીઓમા તેજી જોવા મળી છે. તેમણે કહ્યું છે કે, જે પણ દેશ આયાત કરેલ સ્ટીલ અને એલ્યૂમીનિયમ પર આયાત જકાત પર છૂટ ઇચ્છે છે, તેમણે અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ (યૂ.એસ.ટી.આર) સાથે વાતચીત કરવી પડશે.

કેનેડા-મેક્સિકોને રાહત
આ નવા નિર્ણયાં કેનેડા અને મેક્સિકોને રાહત આપવામાં આવી છે. મતલબ કે, કેનેડા અને મેક્સિકોથી સ્ટીલ અને એલ્યૂમીનિયમનાં ઇમ્પોર્ટ પર અમેરિકન સરકાર વધારાની ડ્યૂટી વસૂલ કરશે નહી. વર્ષ 2016માં પોતાના ઇલેક્શન પ્રચાર દરમિયાન ટ્રમ્પે વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે તો આ પ્રકારના ટૈરિફ દ્વારા અમેરિકાના ઘરેલુ ઉદ્યોગોને બચાવશે. અમેરિકન સરકારનો દાવો છે કે, આ પગલાથી દેશમાં હજારો કામગારોની નોકરી બચશે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ જે સમયે ટૈરિફ સાથે સંકળાયેલા આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યા હતા, તે સમયે સ્ટીલ અને એલ્યુમમીનિયમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કેટેલાક લોકો હાજર હતાં. આ નવો નિયમ 15 દિવસોમાં લાગુ થઇ જશે.