Donald Trump Suspends H1B Visa Till Year End
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પે આ મસમોટો નિર્ણય લેતા ભારતીયોને લાગ્યો જબરદસ્ત ઝાટકો

ડોનાલ્ડ ટ્રમ્પે આ મસમોટો નિર્ણય લેતા ભારતીયોને લાગ્યો જબરદસ્ત ઝાટકો

 | 8:23 am IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી છે. આથી ભારત સહિત દુનિયાના આઇટી પ્રોફેશનલને મોટો ઝાટકો લાગ્યો છે. આ સસ્પેન્સન વર્ષના અંત સુધી માન્ય રહેશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓના મતે આ નિર્ણય અમેરિકન શ્રમિકોના હિત માટે લેવાયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના રોજ કહ્યું કે આ પગલું એ અમેરિકનોની મદદ કરવા માટે જરૂરી હયો જેમણે હાલના આર્થિક સંકટના લીધે પોતાની નોકરી ગુમાવી દીધી છે. નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં આ જાહેરાત કરતાં ટ્રમ્પે વિભિન્ન વ્યાપારિક સંગઠનો, કાનૂનવિદો, અને માનવાધિકાર નિકાયો દ્વારા આદેશના વધતા વિરોધને નજરઅંદાજ કર્યો છે.

 

આ સસ્પેન્શન 24મી જૂનથી લાગૂ થશે. આથી મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલને અસર થવાની સંભાવના છે. હવે તેમણે સ્ટેમ્પિંગથી પહેલાં કમ સે કમ અંત સુધી રાહ જોવી પડશે. આ મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સને અસર કરશે જે લોકો H-1B વીઝાને રિન્યૂ કરાવા માંગતા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરમાંથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા 2.4 લાખ લોકોને ધ્રાસકો લાગ્યો છે. આપને જણાવી દઇએ કે અમેરિકામાં કામ કરનાર કંપનીઓને વિદેશી કામદારોને મળનાર વીઝાને H-1B વીઝા કહે છે. આ વીઝાને એક નક્કી સમય માટે રજૂ કરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન